આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૨
વસુંધરાના વહાલાં-દવલાં
 

કાવડની એક ઝોળીમાં પોતાનો બીજા તમામ સરંજામ ભરીને સામી ઝોળીમાં ફાટેલ ગાભો પાથરીને તેમાં છોકરાને નાખ્યો. કાવડ બીજા ખભા પર ઉપાડીને ડોસાએ કાળી રાતે ખેતરો ચીરતો ખારાપાટનો રસ્તો લીધો. વાંદરાંને રીંછણ પાછળ ચાલ્યાં આવતાં શા શા વિચારો કરતાં હતાં તે તો કોઈથી ન કહી શકાય, પણ સૌની ચિંતા આ નવા આવેલ માનવબળ પર એકાગ્ર બની હતી એટલું કેવામાં અમે માન્વી હોવા છતાં પણ અસત્ય આક્ષેપ નથી કરતા એટલું કહેવામાં અમે માનવી હોવા છતાં પન અસત્ય આક્ષેપ નથી કરતા એટલું કરતા એટલું તો એ પશુઓ પણ કહેશે.


11

ખારાપાટને ખોળે


ખારાપટની સપાટ ભોમ્યને ખૂંદતો ખૂંદતો વિચારહીન વૃદ્ધ મદારી આગળ આગળ ચાલ્યો જતો અહ્તો ને પાછળ પાછળ જોતો હતો.. એના પગ કમજોર છતાં જોર્ કરી કરીન ઉપડતા અહ્તા., કેમ કે એ ચોર હતો. એ કોનો ચોર હતો? સારી દુનિયાનો જ એ ચોર હતો - મદારીએ માનવી જેવું માનવી ચોર્યું હતું. એ માનવીએ આવતાંની વાર જ મદારીના મોંમાંથી રોટલો ઝૂંટવ્યો હતો. પોતાના રોટલામાં ભાગ પડાવનાર માનવી મદારીને પોતાના એક વાંદરા કે વીંછી જેટલો પણ ખપતો નહોતો. સાપ અને નોળિયાને લોહીલોહાણ સંગ્રામ કરાવીને મદારી માનવીઓની બવકૂફીને રીઝવી શકે છે, પણ માનવી અને નોળિયાની લડાઈ દેખીને એની ચાદર પર કોણ એક દુકાની પણ ફેંકવાનું હતું ? મદારી મનમાં ને મનમાં બબડાતો હતો; સાપને છૂટો મૂકી દઈશ તો દેડકાં ખાઈને પણ પોતાનો ગુજારો કરશે, પણ આ માન્વીનો બાળ નહિ દેડકાં ખાઈ શકે, નહિ એક જીવડું પણ જઠરમાં જીરવી શકે, નહિ જંગલાના પાંદડા પણ ચાવી શકે એને તો