આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૫
વસુંધરાના વહાલાં-દવલાં
 

આપણે ઘાઘરી પે'રાવીશું ઘાધરી, ને એનેમાથે ઓઢણી ઓઢાડશું, ને ઓપછી આ રતનિયો ડોસો છે ને, એ ડોસો માથા પર પાઘડી બાંધ્ગીને એનો વર બનશે. પછી હું છું ને- હું એ વરવહુ વચ્ચે કજિયો જલાવીશ. હું રતનિયાને કહીશ કે તારી બાયડી તો બીજો ધણી ધારવાની છે. એમ બોલીને રતનિયાના હાથમાં હું લાકડી આપીશ. બાયડીને માર મારવાની હું એને ચાનક ચડાવીશ. હું એના કાન ભંભેરીશ એટાલે રતનિયો રતનબાઈને લાકડીએ લાકડીએ પીટશે. પછી રતનબાઈ એના વરને ઘણું ઘણું મનાવશે. પણ રતનિયો તો ઇન્સાનનો બચ્ચો બનશે ખરો ને, એટલે એને બાયડીનાં મનામણાંમાં ઇતબાર જ નહિ આવે. એ તો વહુને લાકડીએ લાકડીએ ઢીબી નાખશે ને પછી મૂએલી બાયડીના મડદા સાથે રોવા બેસશે. કેમ , રતનિયા ભાભા?"

એમ કહીને એણે દોરી ખેંચી કે તુરત પાછળ ચાલ્યો આવતો વાંદરો બે પગે ઊભો થઈને ચાલવા લાગ્યો.

"હાં, હાં, વાહ વા જી! ઇન્સાનને એવો તમાશો કરીને રીઝવી શકાય. ઇન્સાન જેવો અક્કલવાન જીવડો તને કે મને એમ ને એમ ફોગટનો રોટલા ખાઈ પૈસા આપવાનો હતો? ઇન્સાનની મોજ મળવી મુશ્કેલ છે, ટાબર ! ઇન્સાનનાં તો આપણે ચાંદૂડિયાં પાડીએ, ને જાનવરોને પણ ઇન્સાન જેવાં બનાવીએ ત્યારે ઇન્સાન રીઝે છે. માલૂમ છે તને ? હેં - હેં - હેં માલૂમ છે?"

એકધ્યાન થઈને આટલું બધું સાંભળ્યા પછી એ પ્રવચનમાંથી રોટીનો એક ટુકડો પણ ન નીકળ્યો, અને બાળક પામી ગયો કે બુઢ્ઢો પોતાની ઉડામણી કરે છે. એણે મોટો એક ઠૂઠવો મૂકીને ચીસ પાડી : "ભૂખ લાગી છે, ખાવું છે... હો-હો-હો."

મદારીને વગડા વચ્ચે વચાળેના આ બાળ-પુકારે મૂંઝવણમાં નાખ્યો. એની પાસે દાળિયાનો દાણો પણ નહોતો. એને આખી દુનિયાનો ભય લાગ્યો. એની સામે બાળક જાણે કોઈ ભયાનક ઠગાઈનો આરોપ મૂકતો હતો.

વિમાસણ વિમાસણ થઈ પડી. એણે ઊભા રહીને પોતાનાં