આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વડે પતિનું સ્વાગત કર્યું અને ઓતમચંદે એવા જ મધુર હાસ્ય વડે એ ઝીલ્યું.

અમરગઢ સ્ટેશનથી વાઘણિયા સુધી પગપાળા આવેલા ઓતમચંદે ખભા પરથી ભાર હળવો કરવા પોટકું હેઠું ઉતાર્યું.

લાડકોર અર્થસૂચક નજરે એ પોટકા ભણી તાકી રહી. દકુભાઈને ઘેરથી આ પોટકામાં શું આવ્યું હશે એની કલ્પના કરી રહી.

‘માલીકો૨ ઘરમાં ઉતારો, ઘરમાં.’ લાડકોરે અર્થસૂચક અવાજે કહ્યું. દકુભાઈને ઘેરથી આવેલ જરજોખમ આમ ઓસરીમાં ઉતારવામાં લાડકોરને જોખમ જણાતું હતું.

પત્નીના આ સૂચનનો ધ્વન્યાર્થ સમજતાં ઓતમચંદને વાર ન લાગી. દુનિયાદારીનો આકંઠ અનુભવ કરી ચૂકેલા અને સંસારનાં સુખ-દુઃખને ઘોળીને પી ગયેલ કોઈ ફિલસૂફની અદાથી ઓતમચંદ મનમાં ને મનમાં હસી રહ્યો. પણ એ ભાવ એણે મોઢા પર વ્યક્ત થવા ન દીધો. રખે ને પોતાના આગમન સાથે જ પત્નીએ સેવેલાં સઘળાં સપનાં સરી જાય, એનું ભ્રમનિરસ ન થઈ જાય એ ભયથી શાણા પતિએ પોતાની અર્ધાંગનાની આજ્ઞા શિરસાવંદ્ય ગણીને આજ્ઞાંકિત સેવકની જેમ ઓસરીમાંથી પોટલું ઉપાડી લીધું ને અંદરના ઓરડામાં પટા૨ા પર મૂકી આવ્યો.

પત્નીએ પાણિયારેથી કળશો ભર્યો ને ઓતમચંદ ઓસરીની કોર ઉ૫૨ હાથમોઢું ધોવા બેઠો કે તુરત લાડકોર ચોંપભેર અંદરના ઓરડામાં ગઈ. કેડ ઉપરથી કૂંચીનો ઝૂમખો કાઢીને પટારો ઉઘાડ્યો અને ‘જરજોખમ તો સાચવીને રાખવાં સારાં,’ એમ મનમાં બોલતાં બોલતાં એણે ઝટપટ પેલું પોટલું પટારાના ઊંડાણમાં મેલી દીધું.

વાઘણિયાના જ એક પંકાયેલા લુહારે ઘડેલા આ તિજોરી જેવા સાબૂત પટારામાં નીચા નમીને પોટલું ઉતારતાં ઉતારતાં વળી લાડકોરના મનમાં એક પ્રશ્ન ઊઠ્યો: ‘આમાં ભા૨ તો બવ લાગતો

૧૮૨
વેળા વેળાની છાંયડી