આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આવાં ઊંધી ખોપરીનાં વેણ ઉચ્ચારે નહીં.’

‘ના, મનસુખભાઈ, માણસ તો મને પૂરેપૂરો સાજાની લાગ્યો!’ હવે કીલાએ પોતાના સાથીનો બચાવ શરૂ કર્યો. એના દીદાર જ કહી દેતા’તા કે એ માણસને મન રૂપિયો તો હાથના મેલ સમો છે… ઘરમાં દોમદોમ સાહ્યબી દીઠી હોય એવા એના દીદાર લાગ્યા, મને તો.’

‘અરે, શેની સાહ્યબી ને શેના દીદાર વળી! મને તો કોક મુંબઈના મવાલી જેવો લાગે છે. મજૂરી ક૨વાને બહાને ઘરનું બારણું ભાળી ગયો. મુંબઈમાં સોનેરી ટોળીવાળા આવા જ ગોરખધંધા કરે છે,’ કહીને મનસુખભાઈએ ભય વ્યક્ત કર્યો: ‘આ અમે સહુ ડેલી બંધ ક૨ીને મેંગણી જઈએ છીએ, ત્યારે વાંસેથી એ મવાલી ઉંબરામાં ગણેશિયો ન ભરાવે તો નસીબદાર!’

સાંભળીને, ચંપા અસીમ ઘૃણાભરી નજરે મનસુખમામા તરફ તાકી રહી.

ચંપાના પ્રસન્ન ચહેરા પર એકાએક આવી ગયેલો આ ભાવપલટો પણ કીલા સિવાય કોઈના ધ્યાનમાં આવી શક્યો નહીં.

હવે તો ચંપાને રજમાત્ર શંકા ન રહી કે એ રમકડાં વેચનારો માણસ નર્યું નાટક જ ભજવી રહ્યો છે અને મામાને બનાવી રહ્યો છે. સ્વભાવસહજ હૈયાઉકલત ધરાવનાર આ યુવતીને ખાતરી થઈ ગઈ કે આ ‘કાંગસીવાળા’ને નામે ઓળખાતો માણસ નરોત્તમ વિશે રજરજ હકીકત જાણે છે. તે દિવસે આ જ સ્ટેશન પર આ જ સ્થળેથી એને સામાન ઊંચકી લેવાનું સૂચન પણ આ જ માણસે કર્યું હતું. એમાં અવશ્ય એનો કશોક સંકેત હશે જ, અને હવે એ જે અહેવાલ આપી રહ્યો છે, એમાં પણ એનો ગૂઢ સંકેત છે જ.

આટલી વારમાં તો પ્લૅટફૉર્મ ઉપ૨ પોલીસ અને મિલિટરીના માણસો, સરકારી કોઠીના વડા કર્મચારીઓ, જુદાં જુદાં રજવાડાંના કારભારીઓ, દીવાનો, એકબે રાજવીઓ વગેરેનાં આગમન થઈ

૨૮૪
વેળા વેળાની છાંયડી