આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચૂક્યાં હતાં, એ જોઈને મનસુખભાઈએ કીલાને પૂછ્યું:

‘આજે આટલી બધી ધમાલ શેની છે?’

‘ખબર નથી?— પોલિટિકલ એજન્ટ આવે છે–’

‘કોણ? વૉટ્સન સાહેબ?’

‘હા.’

‘ક્યાંથી?’

‘સાસણના જંગલમાંથી — શિકાર કરીને આવે છે.’

સાંભળી ધીરજમામીને કમ્પારી છૂટી ગઈ. મોઢામાંથી ભયસૂચક સિસકારો પણ નીકળી ગયો.

‘પણ એમાં આટલું બધું માણસ અહીં—’

‘અરે સાત ફૂટનો સિંહ મારીને આવે છે—’

ધીરજમામીએ પ્લૅટફૉર્મ ઉ૫૨ જ થૂ… થૂ કરીને પોતાનો અહિંસાપ્રેમ અને જીવહિંસા પ્રત્યેનો તિરસ્કાર વ્યક્ત કરી નાખ્યો… મનસુખભાઈએ પૃચ્છા ચાલુ રાખી:

‘સાત ફૂટ લાંબો સિંહ ?’

‘એક ઇંચ પણ ઓછો નહીં—’

‘પણ સિંહ તો છ હાથથી લાંબો હોય એવું ક્યાંય સાંભળ્યું નથી—’

‘પણ વૉટ્સન સાહેબની ગોળીએથી વીંધાય એ બધાય સિંહ છ ફૂટમાંથી સાત ફૂટ લાંબા થઈ જાય છે–’

‘એનું કારણ શું, ભલા?’

સાહેબનો એ. ડી. સી. છે, એ પોતાની પાસે ફૂટપટ્ટીનું ફીંડલું રાખે છે, એમાંથી એણે મોઢા આગળનો એક ફૂટનો પટ્ટો સંચોડો કાપી નાખ્યો છે,’ કહી કીલાએ સ્ફોટ કર્યો: ‘એટલે, ગમે એવડો સિંહ માપો તોય એક ફૂટ વધી જ જાવાનો, સમજ્યા ને?’

મનસુખભાઈ રસપૂર્વક શિકારનાં આ રહસ્યો સાંભળતા રહ્યા. માત્ર ચંપાને આ ગોરા સાહેબમાં, શિકારમાં કે સિંહમાં કશો રસ

કામદાર કા લડકા
૨૮૫