આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘શું વાત કરો છો! કાલાં-કપાસિયાના તે કાંઈ સોના જેટલા ભાવ ઊપજતા હશે?’ લાડકોરે શંકા વ્યક્ત કરી. ‘રૂ તો ધોળકા-ધંધૂકામાં ઢેઢે પિટાય છે—’

‘ધોળકા-ધંધૂકામાં ઢેઢે પિટાતું હશે. પણ વિલાયતમાં એનાં માણેક મોતી જેટલાં મૂલ ઊપજ્યાં છે,’ ઓતમચંદે કહ્યું, ‘મંચેરશાનાં ભેગાં આપણાંય નસીબ ઊઘડી ગયાં—’

‘કેવી રીતે પણ? સરખી વાત કરો!’

‘વાત જાણે એમ છે, કે અમેરિકામાં લડાઈ ફાટી નીકળી એટલે વિલાયતની કાપડ-મિલને રૂ નથી જડતું એટલે હવે આપણા રૂની બોલબાલા છે—’

‘હા, સમજાણું!–’

‘મુંબઈ તો આખું તેજીના વેપારમાં હાલકડોલક થઈ ગયું છે.’ ઓતમચંદે વધારે વિગતો આપી: ‘ચારે કોરથી ‘રૂ લાવો! રૂ લાવો’નો દેકારો બોલ્યો છે. જુવો ને, આ કાગળમાં લખ્યું કે નવું રૂ બધુંય આગબોટમાં ચડી ગયું, ને હજીય માંગ તો ઊભી જ છે, એટલે હવે જૂના રૂના ભાવ પણ વધી ગયા છે, માણસ ગાદલાંગોદડાં ઓશીકાં સોત ઉખેડાવી નાખીને મોંઘે ભાવે વેચી નાખે છે.’

લાડકોર ક્યારની ગંભીર વદને આ વૃત્તાંત સાંભળી રહી હતી તે આ છેલ્લી વિગત સાંભળીને ખડખડાટ હસી પડી.

‘જાવ જાવ! ગોદડાંના ગાભાના તે બે દોકડાય ઊપજતા હશે?’

‘વાઘણિયામાં ન ઊપજે પણ વિલાયતમાં ઊપજે. આપણું રૂ ન જડે તો વિલાયતની મોટી મોટી વણાટ-મિલને તાળાં દેવાઈ જાય.’

‘આ પણ મોટું કૌતક કેવાય!—’

‘કૌતક તો એવું થયું છે, કે રૂના વેપા૨ીને આટલી બધી કમાણી નાખવી ક્યાં, એની ફિકર થઈ પડી છે—’ ઓતમચંદે નરોત્તમના કાગળમાંથી વધારે વિગતો રજૂ કરી: જે માણસે જિંદગીભરમાં એક

૩૬૪
વેળા વેળાની છાંયડી