આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દોણાંફોડ મુનીમ આખરે દકુભાઈને પાનો ચડાવી શક્યો ખરો. સમરથને પગલે ચાલીને દકુભાઈએ પણ શપથ લીધા:

‘આજથી બેનના ઘ૨નો રોટલો મારે ગવમેટ બરાબર…’

‘તમે તો આટલાં વરસ સાવ પાણીમાં જ નાખ્યાં,’ મુનીમે કહ્યું: ‘મજૂરી કરી કરીને પારકું જ ઘ૨ ભર્યું. મહેનત તમા૨ી ને તનકારા કોક પારકાં કરે એ ન્યાય ક્યાંનો ? તમે આટલાં વરસ વૈતરાં કર્યાં તોય મારી ભાભીને તો ડોકમાં મોહનમાળા સાંપડી જ નહીં. શેઠના નાના ભાઈ સારુ ઉપરાઉ૫૨ કન્યાનાં માગાં આવે ને કલૈયાકુંવર જેવા તમા૨ા બાલુ સામે કોઈ નજરેય ન કરે !’

હંમેશાં પત્નીના પ્રભાવમાં અંજાતા દકુભાઈને લાગ્યું કે મુનીમની વાત તો સાચી છે !

અને પછી તો દકુભાઈએ વેપારમાં બનેવીથી જુદા થઈ જવાનો નિર્ણય પાકો કરી નાખ્યો.

ભવિષ્ય માટેની યોજના તો મકનજી પાસે તૈયા૨ જ હતી.

‘મહિના દીમાં ઓતમચંદ શેઠની પેઢીનું ઉઠમણું ન થઈ જાય તો મારી મૂછ મૂંડાવી નાખું, મૂછ !’ મકનજીએ મૂછ ૫૨ તાવ દઈને દકુભાઈને ખાતરી આપી.

હૈયાફૂટા દકુભાઈએ મનમાં હ૨ખ અનુભવ્યો.

‘ને એની સામે દકુભાઈની સવાઈ સધ્ધર પેઢી જમાવી દઈએ !’

દકુભાઈએ સવાયો હ૨ખ અનુભવ્યો.

સાળાબનેવી વચ્ચે બરોબર ફાચર લાગી ગઈ છે એની ખાતરી થયા પછી મકનજી ઊઠ્યો.

ઓતમચંદ તો ઉઘાડે પગે દકુભાઈનાં મનામણાં કરવા ગયો છે એમ સમજતાં લાડકોર અસ્વસ્થતા અનુભવી રહી. પોતે આકરાં

નણંદ અને ભોજાઈ
૪૭