આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઘે૨ મૂડી મૂકી આવતા હતા. મૂડી કરતાં વ્યાજ વધારે વહાલાં ગણવા ગયા, તો હવે ભલે રોતા—’

‘વાછડું બહુ કૂદે તે ખીલાના જોર ઉપર. ઓતમચંદે આટલો મોટો પથારો કર્યો હતો તે કન્યાની કેડ ઉપર જ ને ? હવે ભલે ગામ આખું બગહરાનો ચોફાળ ઓઢે ! ઓતમચંદે પોતે તો સાત પેઢીનું સાજું કરી લીધું હશે.’

‘ગામ આખાને તો ભલે ચોફાળ ઓઢાડ્યો, પણ ગરીબ બિચારી રાંડીરાંડુને રોવરાવી ન હોત તો ઠીક થાત. દુખાયેલ બાઈયું પોતાનું ચપટીમૂઠી ભેગું કરીને શાહજોગ પેઢી ગણીને સાચવવા મૂકી ગઈ’તી, એનો તો હવે રોટલો રઝળ્યો ને !’

પણ પછી જે ઘટનાઓ બનતી રહી એ ઉ૫૨થી ઘણા ટીકાકારોને સમજાયું કે આપણે ટીકા કરવામાં ઉતાવળ કરી નાખી છે.

આ આભ-કડાકાનો આરંભ કેવી રીતે થયો એ તો ખુદ ઓતમચંદ પણ પૂરેપૂરું સમજી શક્યો નહોતો. એને તો માત્ર એટલું યાદ હતું કે વાઘણિયામાંથી દકુભાઈની વિદાય પછી એક બહુ મોટી રકમની હૂંડી અણધારી રીતે ‘સ્વીકાર’ માટે આવેલી. એ વખતે પેઢીમાં એટલી રોકડ રકમ હાથવગી નહોતી. હૂંડીના ‘સ્વીકા૨’માં ઓતમચંદે અઠવાડિયાની મુદત માગતાં, એ પાછી ફરેલી. તુરત જાણે કોઈ પૂર્વયોજિત વ્યૂહ પ્રમાણે નાનીમોટી સંખ્યાબંધ હૂંડીઓ એકસામટી સ્વીકાર માટે આવવા માંડેલી. એ બધીને પહોંચી વળવાનું મુશ્કેલ જણાતાં અફવા ઊડી કે પેઢી બેસતી જાય છે. અફવાને કારણે વળી વધારે લેણદારોએ તકાદા કર્યા.

તુરત ઓતમચંદ ચેતી ગયો. પોતાનાં જ સ્વજનોએ સરજેલી આ આપત્તિમાંથી ઊગરી શકાય ઊગરવા એણે બહુ પ્રયત્નો કર્યા, પણ કોઈ રીતે પહોંચી શકાય એમ નથી એ સમજાતાં એણે પ્રામાણિકપણે જેટલું ચૂકવાય એટલું ચૂકવવા માંડ્યું, અને એમાં એણે

૮૪
વેળા વેળાની છાંયડી