આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




પ્રકાશકોનું નિવેદન


બાલકો, કુમારો, યુવકો ઇત્યાદિ માટે ખાસ સાહિત્ય પ્રગટ કરવાનો આજે યુગ બેઠો છે. અમને યે અમારા મહિલા વિદ્યાલયને અંગે ન્હાની મોટી સહુ બ્હેનો માટેનું ઉચિત સાહિત્ય કાઢવાનો ધર્મ લાગ્યો. અલ્પ આરંભ કરવા માટે એક સ્નેહી ભાઈ મનસુખલાલ પ્રેમજી પારેખ તરફથી રૂ. ૫૦૦) પણ મળી ગયા. એમની ઈચ્છા પ્રમાણે અમે આ માલાનું નામ "શ્રી. ભાનુમતી પ્રકાશન માલા" રાખ્યું છે.

માલાના પ્રથમ પુષ્પ તરીકે આ ‘વેણીના ફૂલ’ ધરતાં હર્ષ થાય છે. આ પુસ્તકના કર્તાની મહિલા વિદ્યાલય પ્રતિની મમતા તો જાણીતી છે. કન્યાઓની માગણીથી અગાઉ એમણે “બલિદાન” નાટક લખી આપેલું ને તે કન્યાઓએ હોંશે હોંશે ભજવેલું. એમની પાસે લોકગીતો ગવડાવીને પણ એમનો ભંડાર કન્યાઓએ ખૂટવાડ્યો. એ ખૂટમંથી જ આ સ્વતંત્ર નવાં કન્યા-ગીતોની સરણી ઉછળી.

ભલે આવી એ ખૂટ !

કન્યાઓએ, મોટી મહિલા-બ્હેનોએ ને અમે સહુએ આ ગીતોમાં ઉંડો રસ લીધો છે. કન્યા-શિક્ષણમાં આવી