આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિદુષક : કંપોઝીટર : સાહિત્યસ્વામી
 


“મારો બાપ (જેનું ખરૂં નામ મને લાગે છે કે કૌફમાન હતું) તે તુર્કસ્તાનના ગવર્નર-જનરલ અને એમની દાસી દારીઆનો હરામ-પુત્ર હતો. હું ૧૮૯૫માં જન્મ્યો કે ૧૮૯૬માં, તેની મને નક્કી ખબર નથી.”

આ શબ્દોથી રશીઅન નવલેખક ઈવાનોવ પોતાની ટૂંકી જીવનકથા આપે છે.

“ગામડાની નિશાળમાંથી નાસી જઈને હું એક સર્કસમાં વિદૂષક બન્યો. ત્યાં મને પેટ પૂરતું ખાવાનું નહોતું મળતું. થોડા વખતમાં જ સર્કસના જીવનથી હું ધરાઈ ગયો. મારા કાકાએ મને ખેતીવાડીની નિશાળે મૂક્યો. શાળાના ગણવેશનાં ચકચકતાં પીતળનાં બટનો અને વિદ્યાર્થીઓની મોજીલી જીંદગી વિશે ગામમાં ચાલતી બદબોઈ, એ બે મારાં આ શાળા પ્રત્યેનાં ખાસ આકર્ષણો હતાં.

એક વર્ષમાં હું ત્યાંથી પણ નાઠો. એક હાટડીએ નોકરી મળી. તે પછી છાપખાનામાં રહ્યો. ૧૯૧૨ થી ૧૮ સુધી હું