આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'મૃત્યુ મરી ગયું રે લોલ'
 


ગબોટ મધસાગરે ચાલી જતી હતી. એના ભંડકમાંથી ભડકા નીકળતા હતા; ને એના ડેક ઉપર સંગીતના સૂર ઊઠતા હતા. બસો ઉતારુઓ નાટારંભ કરતાં હતાં. જીવનનું ને મૃત્યુનું અજોડ નૃત્ય.

હવે તો હમણાં જ આગ ફરી વળશે. ઉગારની આશા રહી નહિ, કપ્તાને આખી રાત ઉતારુઓને ઊંઘવા દીધાં. પણ પ્રભાતે એના હાથ હેઠા પડ્યા.

આગબેટના નં. ૭ મા ભંડકમાં આગ લાગી હતી. એ દાવાનળ ઉંડાણમાં, પેટાળમાં, નૌકાના ગર્ભાગારમાં ઊઠ્યો હતો.

“બચ્ચાઓ !” નૌકાનો કમાન હમેશાં ખલાસીઓને 'boys!’ શબ્દે સંબોધે છે: “રાતનો વખત છે. મુસાફરોની નીંદમાં આપણે ખલેલ નથી કરવી. સાગરના સાવઝોનો કટ્ટર શત્રુ ગભરાટ છે, તેને છોડી, તમે મચ્યા રહો."