આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હીનતાની તલવાર નીચે
 



બસી ગીતોના ગાન વાટે, રંગભૂમિ અને ચિત્રપટના અભિનય વાટે, લેખિની અને જબાનના જોરથી, તેમજ રમત ગમતોના વીરત્વ વડે જગતના કાનમાં હબસી સંસ્કારની દર્દભીની અસ્મિતાનો અવાજ ફૂંકનાર કલાકાર પોલ રોબ્સન લન્ડન ખાતેના રંગીન રાષ્ટ્રસંઘ સમક્ષ દિલની વેદના ઠાલવીને વિલાયતનો કિનારો છોડે છે.

ઇંગ્લાન્ડનાં કિનારાને હું તુરતમાં જ સલામ કરીશ. હીનતાની સતત લટકતી તલવાર નીચે જીવનભર જીવવા હું ના પાડું છું.

હું ત્યાં જવા તલસું છું, જ્યાં એક સામાન્ય હબસી તરીકે-કાળા આફ્રીવાસી તરીકે મારાથી જીવી શકાય. દિવસે દિવસ અને કલાકે કલાક 'શ્રી પોલ રોબ્સન’ એવા ચમકતા નામનો ઝરિયાની ઝભો પહેરીને મારે જ્યાં રહેવું પડે, ત્યાં ઊભા રહેવાનું હવે મને મન નથી.

મારું સાચું ધામ તો આફ્રીકા છે. મારો હબસીને એ