આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ સલ્તનતને ઉખેડનાર
૭૧
 

ઊગવાનું. પણ એનો અર્થ એ નથી કે અકીફને પૂર્વ કશી વિચારભ્રમણ હતી.

“પૂર્વ ઉપરના એના લાંબા કાવ્યમાં અકીફ પૂર્વનું કેવું ચિત્ર દોરે છે:

"પૂર્વના ઓ પ્રવાસી ! તેં ત્યાં શું દીઠું?"

"મેં દીઠાં, એક છેડેથી બીજા છેડા લગી ખંડિયેરો, નેતા વિનાની પ્રજાઓ, માંદલાં કરચલીયાળાં અગણિત મોઢાં, વળી ગયેલી કમ્મરો, ભેજા વગરનાં મસ્તકો, નઠોર નઘરોળ હૈયાં, કાટેલી નિર્ણયબુદ્ધિ, જુલ્માટ, ગુલામી ને યાતનઓ, અનુયાયીઓ વગરના આચાર્યો અને ભાઈને હણતા ભાઈઓ, ઉદ્દેશહીન દિવસો ને ભવિષ્યહીન રાત્રીઓ."

×

મદામ હાનુમે તુર્ક ક્રાંતિનો ત્રીજો જ્યોતિર્ધર નઝીમ હીકમતને ગણાવ્યો. નઝીમ હીકમતે રશિયાના સામ્યવાદમાંથી પ્રેરણા પીધી છે: પૂર્વ વિશેના એના ખયાલો પણ લાક્ષણિક છે. એ ગાય છે કે –

×

“પૂર્વ એટલે શું માયાવાદ,:સંતોષ અને કિસ્મત: રૂપાના થાળ પર નૃત્ય કરતી રાજ કુમારી, મહારાજાઓ ને પાદશાહો : પગને અંગુઠે વણાટ કરતી પોપટીઆ નાકવાળી રમણીઓ, ને હવાઈ મિનારતો પરથી બાંગો લલકારનારા – કલપદાર દાઢીવાળા ઇમામો......!