આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનવપ્રેમી સાહિત્યકાર
૯૩
 

જીવનના સીધા રાહ પરથી ક્યાંયે ફગાવી નાખી દુનિયાના રેઢીઆાર ગણાતા મવાલીઓ તથા ગુંડાઓની સોબતમાં ઝીંકી દીધો. (જેઓએ ગોર્કીને એની અનેક કથાઓના પાત્રાલેખનની સામગ્રી પૂરી પાડી.)

મુએલાં કોહેલાં બિલાડાંકૂતરાંથી ગંધાતી ગટરોને ને ઊકરડાનો પાડોશી: વેશ્યાઓથી તેમ જ ગરીબ ક્ષયગ્રસ્ત વિદ્યાર્થીઓથી વસેલાં ઘરોનો નિવાસી લબાડી: રંડીબાજીમાં નિષ્ણાત એવા વિદ્યાર્થીંઓનો સોબતીઃ ઓરતોના ફાંસલામાં ફસાતો ફસાતો રહી ગયેલો અને પ્રથમવારના પ્રેમ-લગ્નમાં અનુભવોનો વિષ-કટારો પીનારો ભગ્નહૃદય નૌજવાનઃ જગતનો એટલો બૂરો પરિચય પામ્યો કે પોતે પોતાને stepson of humanity (માનવ-જીવનનો ઓરમાયો બાળક) કહી ઓળખાવે. એટલી હદ લગીની કટુતા દુનિયાએ એના હૃદયમાં પેસાડી દીધી કે પોતાનું લેખક તરીકેનું તખલ્લુસ પસંદ કરવામાં પણ એને Gorky (=કડવો ) શબ્દ જ સુઝે.

સંસારની આટલી બધી બુરાઈનું દર્શન કરનાર માણસ જ્યારે કલમ ઉઠાવે, ત્યારે વિશેષે કરીને એનો હાથ કઈ શાહીના ખડીઆ તરફ વળે છે ?

ધિક્કાર, કિન્નાખેરી, અથવા તે અશ્રદ્ધા અને નિરાશાવાદની જ શાહીમાં એ કલમ બોળાય છે. જીવનમાં અનુભવેલી એક નાની શી કડવાશ પણ લેખકની કૃતિઓને બુરા ભાવોથી