આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઇસ્પિતાલની પથારીએ પડ્યાં પડ્યાં નાની બહેન સૂરજનો સુશીલા પરનો કાગળ બાપ પાસેથી લઈને વાંચી જોયો હતો. એ સૂરજ, પિતા જ્યારે ઘેર પહોંચશે ત્યારે પિતાની બચકી પાસે ટારપરટોયાં મારતી ઊભી રહેશે. બીજાં ભાંડરડાં તો ફળ ને મેવાથી મોં ભરીને, પિતા મુંબઈ જઈ બીજું શું શું લાવ્યા તે જાણવાની ખેવના જ નહીં કરે; પણ શરમાળ સૂરજ પોતા પાસેથી ભાભીનો સંદેશો મેળવવાની ફોગટ રાહ જોતી જોતી આખરે જ્યારે છાનીમાની પિતા પાસેથી ભાભીનો જવાબ માગશે, ભાભીએ કશુંક - અરે, કંઈ નહીં તો જૂની ચોપડીઓ મોકલી છે કે કેમ તે જણવા સૂરજ ઉત્કંઠ ઉભી રહેશે, ત્યારે એનો શો જવાબ જડશે? માતા-પિતા વચ્ચે ખાનગીમાં થનારી આ વેવિશાળ-ફારગતીની વાત ચકોરઅ સૂરજની જાણ બહાર શું થોડી જ રહેવાની છે ? જાણશે ત્યારે એને શું શું થશે! 'ભાભી-ભાભી-ભાભી' એવા અણધરાયા અંતરના અક્કેક તલસાટ સમ શબ્દનું બહેને જે પત્રમાં પચીસ વાર જપન કરેલું, એ પત્ર પર આ કહેવાની પણ ન રહેતી 'ભાભી'એ થૂથૂકાર કર્યાની કેવી કેવી દયા દારુણ કલ્પનાઓ કરશે મારી બહેન સૂરજ!

સૂરજને થોડા દિવસ કોઈક છેતરી રાખે તો કેવું સારું! 'આ તારી ભાભીએ ભેટ મોકલી છે,'એમ લખીને મેં મારા આજના ત્રણ રૂપિયામઆંથી એક ઓઢણી સૂરજને મોકલી હોત તો કેવું સારું થાત! પણ વખત રહ્યો નહોતો. ત્રણે જણા સામાન લઈ નીચે ઊતર્યા. સ્ટેશને જઈ ફુઆને ગાડીમાં સારીએક બેઠક મેળવી આપવા માટે ખુશાલભઆઈ પાંચ પેસેંજરો સાથે બાઝી પડ્યાં, ને આખરે ખુશાલના હાથનું ચૌદમું રતન ચાખનરા એ ઉતારુઓ ટાઢા પડ્યા પછી ખુશાલે પોતાને ને સુખલાલને માટે મરીન લાઈન્સના ઘાસ પર બેસી ખાવા માટે રાખેલાં થોડાંક ફ્રૂટ ને મેવા એ કજિયો કરનારના કુટુંબનાં જ બાળકોને આપી દીધાં. ફુઆએ ગરીબ વાણિયાની રેલ-મુસાફરીની 'સંકટ સાંકળ' સૂડી-સોપારી પણ કાઢી હતી. ગાડી ઊપડી ત્યાં સુધી ફુઆએ એક શબ્દ એવો ન ઉચ્ચાર્યો, ન તો ચહેરા પર એવો એક ભાવ દેખાડ્યો, કે જે પરથી