આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

32

કજિયાનો કાયર


માતાનું સ્નાન કરીને પછી સુખલાલ રડતી આંખો લૂછી નાખી તે જ રાત્રીથી દુકાન પર જતો હતો. ત્રીજા દિવસની રાત્રીએ ફેરીમાં લઈ જવાનાં વાસણો એ ગોઠવતો હતો. જુદી જુદી થપ્પીઓમાંથી ગોતી ગોતીને નંબરી માલ કાઢતો કાઢતો એ વચ્ચે વચ્ચે નિસરણી પર ઊભો થઈ રહેતો હતો. વળતી જ પળે એ પોતાનો ચહેરો ચોળીને માતાનાં સ્મરણોને જાણે કે લીલાં ભીંગડાંની માફક ઉખેડી નાખતો હતો.

"કાં સુખા !" એકાએક ખુશાલભાઈએ આવીને અવાજ દીધો : "તું આંહીં ક્યારે આવતો રહ્યો, ભાઈ ? હું તો તને ઘેર ગોતતો હતો; માણસો ખરખરો કરવા આવેલા."

"કાલે જરા આઘેનાં પરાંના ઑર્ડર છે એટલે અત્યારે જ તૈયારી કરી લેવી છે."

"કાલ સવારે તો તારે દેશમાં જવું જોશે ને ?"

"હમણાં નથી જવું."

"કાં ?"

"દિવાળીના ટાણામાં દેખીપેખીને વકરો નથી ખોવો." એનો સાદ ધ્રૂજતો ગયો.

"નીચે આવ, આપણે વાત કરીએ."

ખુશાલે સુખલાલને પોતાની બાજુમાં બેસારીને એની પીઠ પર હાથ ફેરવ્યો ને કહ્યું : "તારા ભાગના કામની હું પૂરેપૂરી ગણતરી રાખીશ. લાવ તારા ઑર્ડરોની નોંધ - હું જાતે જઈને એકે‌એક ઠેકાણે પહોંચાડી આવીશ, પછી છે કાંઈ ? તું સવારની ગાડીમાં જ ઊપડી જા દેશમાં."

"હવે શી ઉતાવળ છે ?"

એ શબ્દોમાં 'હવે' ઉપર સુખલાલનો સ્વર ફાટફાટ થયો. એ 'હવે'માં વિધાતા ઉપર ભારી કટાક્ષ હતો. હવે પોતે પાંચ-પંદર દિન