આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુશીલાની હતી. એને એ મોટા 'વૉર્ડ'માંના પ્રત્યેક ખાટલા પરથી જાણે કે પરિચિત મોં પોતાની સામે તાકતું લાગ્યું. આવી બેચેન અને વિકલ દશા વચ્ચે હિંમત કરીને એણે માંડ માંડ આટલું પૂછ્યું : "શું થયું છે?"

"ચૂપ ! ચૂપ ! સ્માર્ટી !" સુખલાલના હોઠ જવાબ વાળવા માટે જરીક ઊપડ્યા કે તરત લીનાએ આજ્ઞા છોડી, ને એણે સુશીલાને જરા કડક અવાજે કહ્યું : "ઉસકો બાત મત કરાવ. 'હેમોરેજ' હો જાયગા."

"સારું." સુશીલાએ આ નર્સના સુખલાલ પરના સ્વામિત્વ પ્રત્યે મોં મલકાવ્યું.

સુખલાલ માટે દવા લઈને આવીને ફરી લીનાએ સુશીલાને પૂછ્યું : "તુમ ઈસકી કૌન હૈ ? શેઠાની હૈ ? આન્ટ ( ફોઈ, કાકી કે મામી) હૈ ? કઝીન (પિત્રાઈ) હૈ ? ઈતના રોજ તો કોઈ નહીં આયા, તો તુમ તો ક્યા દૂસરા ગાંવસે આતી હૈ ?"

"હાં," સુશીલાનો ટૂંકો ને ટચ જવાબ.

"દેખો તુમ," લીનાએ ચલાવ્યું. "સ્માર્ટી કો અભી જલદી મત લે જાના, ઈસકો ખૂન ગિરા થા. અબ યે એકદમ કમજોર હૈ. યહાં રખો. મૈં ઉસકો તાકતદાર બના દૂંગી."

એટલું કહી વળી પાછી બીજાના ખાટલા પર જઈને એ પાછી ફરે ત્યારે બે મિનિટ વાતો કરવા થંભે, તે પછી ત્રીજાને દવા પાઈને પણ પાછી સુખલાલના જ ખાટલા પાસેથી નીકળે. લીનાના કામકાજની તમામ કડીઓ આ ખાટલાની આસપાસ થઈને નીકળતી હતી. દૂરને ખાટલે ઊભી ઊભી પણ લીના આ ઠેકાણે જ નજરની ચોકી કરતી, ને પોતાના પહેરેગીરની સરત ચુકાવવાનો લાગ શોધતી સુશીલા જરાક બોલવાનો આદર કરતી કરતી પાછળ જોતી કે તરત કોઈક દરદીની સારવાર કરતી લીનાની હાક સંભળતી  : "બાત મત કરના, સ્માર્ટી ! વો કુછ પૂછેગી તો તુમ જવાબ નહીં દેના, ટેઈક કેર, સ્માર્ટી - સમાલો બરાબર."

એટલું કહીને એ પાછી ત્યાંથી નીકળતી ત્યારે સુશીલાને સંભળાવતી ગઈ : " તુમ ગાંવડેમેંસે આનેવાલે લોક સમજ ભી નહીં સકતે કિ પેશંટ