આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮:વિદેહી
 

૧૧૮ : વિદેહી બીજો સન્યાસી : કાંઈ ભડકા દેખાયા અને બહાર બૂમ પડી એટલે અહી” સહુ ચમકથા ! અષ્ટાવક્ર : ચમકવા જેવું તા ખરુ' જ ને? ( હસીને ) એકતા મારાં વક્ર અંગ પ્રથમ જ સહુને ચમકાવે એવાં કૂબડાં ! આઠ આઠ વાંકાં | સભામાં સ્તબ્ધતા ફેલાય છે. ] ખીજું ચમકાવે મારું વય ! હું તા ધણા નાના ... છતાં મને ઉચ્ચાસને બેસાડાય એથી શું વધારે ચમકાવનાર હાઈ શકે? [ સહુ નીચું જોઈ રહે છે. ] ત્રીજુ એથી યે વધારે ચમકાવનાર તત્ત્વ હોય તા તે મહારાજા જનકની શિથિલતા, નિષ્ક્રિયતા । નહિ ? રાજવી તરીકે એમણે સહુથી પહેલાં દોડી જવુ જોઈતું હતું—આગ યુઝાવવા ! બીજો સન્યાસી : સુનિકુમાર ! અમારા આપ કૃપા કરી આપની વાણી છીએ બાધ સાંભળવા. રાજવીને દોષ ન દેશે... સંભળાવે ! અમે ઉત્સુક અષ્ટાવક્ર : હું મારી વાણી જ સંભળાવી રહ્યો છું. જે રાજવીને પેાતાના મહેલ બળે છે એની પરવા નથી...એ તે। ઠીક | એવા મહેલા બાંધવાની શક્તિ એની પાસે છે પરંતુ તમારી સંન્યાસીઓની મહામાંઘી પણ કુટિ બળી જાય છતાં જ્ઞાનવાર્તામાંથી ઊઠે નહિ એ કેવી ઉદાસીનતા ? સારું થયું કે તમે સંન્યાસીઓએ તમારાં વલ્કલ અને ઝૂંપડી, મૃગચમ અને કમંડલુની આટલી મમતા રાખી...નહિ તા, એ મુક્તિનાં મહાસાધનાનું શું થાત ? જનક : ગુરુદેવ ! હું તા હવે આપની જ્ઞાનવાર્તાને પિપાસુ બની ખેડા છું.