આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિદેહી:૧૧૯
 

વિદેડી : ૧૧૯ પહેલે વિદ્વાન : મહર્ષિ ! અમારી વિદ્વત્તા હવે લાજવા માંડી. અષ્ટાવક્ર : આપને તે। હુ કાંઈ કહેતા જ નથી, પહેલે। સંન્યાસી : અને અમારી સંન્યાસ પણ લાજે છે ! આપે ખરેખર સાચા અધિકારીને જ શેાધી કાઢયા...એ મહારાજ જનક ! અમે નહિ ! બીજો સંન્યાસી : અને બાધ આપી અને અધિકારી બનાવા ! બાલગુરી ! અષ્ટાવક્ર : જેના રાજવી જ વિદેહી એની પ્રજાને, એની વિદ- સભાને બાધ આપનાર હું કાણુ ? ભડભડ બળતી આગમાં પણ જે પેાતાના ચિરંજીવી આત્માને ઓળખી રહ્યો હાય, નીરખી રહ્યો હેાય એ જ સાચે। ગૃહસ્થ, એ જ સાચેા વિદ્વાન અને એ જ સાચા સંન્યાસી ! રાજન્ | તું જીવન- મુક્ત છે, તારે કથાની જરૂર નથી. બીજો વિદ્વાન : પરંતુ અમારે જરૂર છે...અમારુ જ્ઞાન આંખમાંથી હૃદય સુધી ઊતર્યુ નથી, ખીજો સન્યાસી : અને અમારા ભગવા રગ વસ્ત્રોથી ઊંડા ઊતર્યો જ નથી—અરે, અમારા દેહને પણ લાગ્યા નથી. અષ્ટાવક્ર : મહેલમાં આગ લાગી એ તેા ભ્રમ જ હતા—રમત હતી કાઈ ખાળકાની. પરંતુ સાચી આગ પણ ભ્રમરૂપ બની જાય એવી પરમાત્મા સાથેની લગની એ સાચું જ્ઞાન...સહુનું કલ્યાણ થાઓ...હું હવે જઈશ. જનક : કયાં ગુરો ? અષ્ટાવક્ર : મારાં વક્ર અંગને સીધાં બનાવવા! દેખાવની પણ વક્રતા કાઈની ના હો ! વક્રદેહે એધ પણ વક્ર બની જાય !... દૂર દૂર આવેલી સમગા નદીમાં સ્નાન કરીડા દેહને સુશોભિત બનાવીશ !