આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શ્રાવણી:૨૧
 

9) શ્રાવણી : ૨૧ બહેરામ : તા ફતેહની ખુશાલીમાં એ હિંદુ બહેનને બક્ષિસ મેાકલીએ ! હુમાયૂન : બહેન કદી બદલે કે બક્ષિસ માગતી જ નથી. અને... આ બહેન તા કચારની યે...મને આ રક્ષાના તંતુ મેાકલી એ બહેસ્ત નશીન થયેલી છે. બહેરામ ! આ બહેન જીવતા દેહે અગ્નિમાં ઊતરી ગઈ!...મને એના ખૂબ જ છે કે હું એને બચાવી ન શકો...જ્યારે એણે આશીર્વાદ ભરીને મેકલેલા આ સૂતરના દારા મારી સતત રક્ષા કરે છે અને મને ગયેલુ રાજય પાછું અપાવે છે...... બહેરામ : મને યાદ આવે છે, નામવર 1...ગુજરાતી સુલતાને ચિંતાડ ઘેટુ" ત્યારે રાજમાતા કમ દેવીની સહાયે આપ સૈન્ય લઈ પધાર્યા હતા...અમને નવાઈ એ લાગી હતી કે આપના જ પિતા બાબરશાહના કટ્ટો દુશ્મન રાણા સંગ. એની જ વિધવા રાણીની સહાયે આપ કેમ ગયા હતા ? હુમાયૂન : મહારાણી કમ દેવીએ આ રક્ષા મેાકલી મને એના ભાઈ બનાવ્યા હતા ...ચિંતાડ પાછું અપાવ્યુ, પણ બહેન ન બચી. છતાં એની રક્ષાનો દારા આજ સુધી મને સલામત સાચવી રહ્યો છે અને આબાદી આપી રહ્યો છે...માનવજાતે સાયામાં સાચેા સ્નેહ બહેનના જ નિહાળ્યા છે.