આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના “વિદેહી” એ “બૈજુ બહાવર” પછી મુ. ભાઈસાહેબને સાતમો નાર્યસંગ્રહ છે. આ સંગ્રહમાં પ્રસિદ્ધ થયેલાં નાટક રેડિયો તેમ જ માસિકની માગણીઓને સંતોષવા લખાયાં હતાં. સંયુકતા” અને “શંકિત હૃદયથી મુ. ભાઈસાહેબે સાહિત્ય ક્ષેત્રમાં આગમન કર્યું. સાહિત્ય તરીકે તેમને નાટચ પ્રકાર ખૂબ જ ગમત. નાટય પ્રકારને તેમને અભ્યાસ પણ ઊંડે હતા. એકેલીસ, સેફેકલીસ, યુરીપીડીસ અને એરીસ્ટાફેન્સથી શરૂ થતી પશ્ચિમની નાટય સર્જનની પ્રણાલિકા, જે ઓનીલ અને વર્તમાન નાટયકારે સુધી સમૃદ્ધપણે પાંગરી છે તેનું તેઓ સતત અને ભાવભર્યું વાચન કરતા. નાટ પ્રકારનું વાચન, મનન અને નાટય પ્રયોગો જેવાની અને અખતરાઓ કરવાની ધગશ એ મુ. ભાઈસાહેબના કુટુંબીજનોની એક ખાસ ઘેલછા. વધુ નાટક લખવાની મુ. ભાઈસાહેબની તીવ્ર ઈચ્છા હતી. “પ્રજા લના”, “સિકંદર”, “અંબર વધ” તેમ જ અન્ય લાંબાં