આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯
રાજાને વિશ્વાસ કરવો નહિ

તેના નામની આણ ફેરવી દેવામાં આવી. ઝવેરચંદનો બાલસખા દેશનો સ્વતંત્ર અને સર્વસત્તાધીશ રાજા થયો.

કમધર્મસંજોગે એ જ સમયે તેનો મુખ્ય પ્રધાન પણ અચાનક માંદો પડી પરલોકવાસી થઈ ગયો, અને તેનો પુત્ર પિતાની પદવી ભોગવવાને યોગ્ય નહોતો એટલે નવીન રાજાએ પોતાના મિત્ર ઝવેરચંદને પોતાપાસે બોલાવીને કહ્યું કેઃ–“મિત્ર ! તું મારા જેવાનો મિત્ર થયો છે, પરંતુ અદ્યાપિ મારી પાસેથી તને કોઈપણ પ્રકારનો લાભ મળી શક્યો નથી. પારસમણિના સંગથી લોહ સુવર્ણ ન થાય તો પછી પારસમણિનો સંગ શા કામનો ? અર્થાત્ અત્યારે મારી એવી ઇચ્છા છે કે, તને આ રાજ્યના મુખ્ય સચિવની પદવી મારે આપવી; અને જ્યાં સુધી આપણે બન્ને જીવતા છીએ, ત્યાં સુધી ન્યાયનીતિથી રાજ્ય ચલાવીને સુખ અને આનંદમાં રહીશું.”

એના ઉત્તરમાં ઝવેરચંદ વિનયથી કહેવા લાગ્યો કે;–"મહારાજાધિરાજ ! અત્યારે મારા વેપારમાંથી શકિતપ્રમાણે હું બહુ જ સારો નફો મેળવું છું અને પૈસેટકે સુખી છું. એ મારા વંશપરંપરાના વ્યવસાયને ત્યાગી પ્રધાન પદને સ્વીકારૂં અને કોઈવાર કાંઈ ભૂલચૂક થતાં કદાચિત આપનો કોપ થાય, તો કાં તો મારે દેશનો ત્યાગ કરવો પડે કાં તો પ્રાણની હાનિ આપવી પડે. એટલા માટે મારી ઇચ્છા છે કે, કોઈ અન્ય ગુણશીલ પુરુષને એ પદવી આપો. અગર તો હું તો જ્યારે કામ પડશે, ત્યારે મિત્ર તરીકે આપની સેવામાં હાજર રહેવાનો જ.”

રાજાએ પુનઃ આગ્રહ કરીને કહ્યું કે; “ મિત્રવર્ય ! અત્યારે આપણે કોઈવાર મળીએ છીએ, અને જો તું મારી સેવાને સ્વીકારીશ, તો આપણો એ નિમિત્તથી નિત્ય મેળાપ થતો રહેશે. માત્ર આ કારણથી જ હું તને પ્રધાનપદ સ્વીકારવાનો આગ્રહ કરૂં છું. દુષ્ટ, ઇર્ષાળુ અને અવિચારી અધિકારીઓ હતા તે સર્વને મેં કાઢી મૂક્યા છે અને અત્યારે મારી સભામાં જે પુરુષો વિરાજે છે તે સર્વ માયાળુ અને સદ્‌ભાવમંડિત પુરૂષો છે એટલે આપણા સ્નેહમાં ખંડ પડવાની લેશ