આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૭
પલાયન

હાથીને અંકુશથી અને નૌકાને સુકાનથી વશ રાખવામાં આવે છે, તે જ પ્રમાણે મનને વિવેકાંકુશથી વશ રાખવાની બહુ જ અગત્ય છે. ઈશ્વરનો ભય રાખી વ્યભિચારનો ત્યાગ કરવો અને બની શકે તો પશુપકારમય કૃત્ય કરીને પોતાના મનુષ્યાવતારની સાર્થકતા કરવી.”

વીરક્ષેત્રની સુંદરીને ઉપદેશ

અમારૂં પરસ્પર આ પ્રમાણેનું ભાષણ ચાલતું હતું એટલામાં રાત્રિની સમાપ્તિ થવાનો સમય નિકટમાં આવી લાગ્યો એટલે હું અત્યંત દીનતાથી તે સુંદરીને કહેવા લાગ્યો કે, 'હવે તો કૃપા કરીને મને છોડ અને તારા મનમાં જે ઇચ્છા હોય તે મને જણાવ એટલે હું તે પ્રમાણે વર્તવાને તૈયાર છું. પણ મેં જે આખી રાત તને ઉપદેશ આપ્યો છે, કે, પોતાના ઘરને છોડીને બહાર નીકળવાથી મહાક્લેશ ભોગવીને છેવટે તું ૫શ્ચાત્તાપને પામીશ, તે ઉપદેશને સ્વીકારી જો ગૃહમાં જ રહીશ, તો તેથી તારું અતિશય કલ્યાણ થશે.”

મારાં આ વાક્યો સાંભળી તે સુંદરી કહેવા લાગી કે;–“ડોક્ટર સાહેબ ! હવે કદાચિત મારા પ્રાણ જવાનો પ્રસંગ પણ આવે, તો પણ હું આ ઘરમાં તો નથી રહેવાની તે નથી જ રહેવાની. તમે મને અહીંથી ગમે ત્યાં બહાર લઇ જાઓ. પછી જો મારૂં ભૂંડું, થશે, તો તેનો દોષ હું તમને આપવાની નથી.” એટલે મેં તેને વચન આપ્યું કે, “આવતી કાલે સંધ્યા કાળે અંધારૂં થવા પછી પુરૂષનો વેશ ધારણ કરીને નગર બહાર ખંડેરાવના મંદિર પાસે આવજે, ત્યાં હું બે અશ્વ તૈયાર રાખું છું એટલે ત્યાંથી આપણે અશ્વ પર બેસીને પલાયન કરી જઈશું.”

પલાયન

મારા મુખના આ શબ્દો સાંભળતાં તેને મહા આનંદ થયો. અને તેણે દાસીના જાણવામાં ન આવે તેવી રીતે પોતાની હવેલીમાંથી પોતાના હાથે જ મને વિદાય કરી દીધો. એ સમયે મારા પ્રાણ