આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
ચપલા ચરિત્ર ચંદ્રિકા


કેટલીક સ્ત્રીઓ તારુણ્યના મદમાં પોતાના ઘરબારને છોડી બહાર નીકળી જાય છે અને તેઓ જો કે પુષ્કળ ધન મેળવીને વિષયસુખનો યથેચ્છ આસ્વાદ લઈ શકે છે, છતાં અંતે તેમનો કોઈ પણ સહાયક કિંવા સંગી સાથી ન થવાથી દુર્દશા ભોગવીને જ મરણને વશ થાય છે. એટલું જ નહિ પણ ઐહિક તથા પારલૌકિક સુખથી વંચિત થઈને રૌરવ નરકમાં જઈ પડે છે. એ કારણથી, ઘરને છોડીને બહાર નીકળવાની કલ્પના માત્ર પણ કોઈ સ્ત્રી કરશે નહિ. સદાસર્વદા સુખદુઃખનો ભાર ઈશ્વરના શિરપર નાખીને તેના ભજનમાં નિમગ્ન રહેવું, એ જ આપણ સર્વનું પરમ કર્તવ્ય છે. હું એ પરસ્ત્રીપ્રેમનો સંપૂર્ણ અનુભવ લઈને પશ્ચાત્તાપ પામી ચૂક્યો છું અને પરમેશ્વરની કૃપાથી સર્વ સંકટોમાંથી પાર પડતાં હવે મેં એ દુર્વ્યસનનો સર્વથા ત્યાગ કરી દીધો છે. આ અંગ્રેજી રાજ્યમાં વ્યભિચાર કરનારને વધારે ભય નથી, છતાં જ્યાં એકની વસ્તુને બીજો છીનવી લે એટલે કલહ તો થવાનો જ અને જ્યાં કલહ થયો ત્યાં બેમાંથી એકનો નાશ પણ થાય, એ સર્વથા સ્વાભાવિક જ છે. જેવી આપની તેવી બીજાની પ્રિયા સમજવી.


અનંગભદ્રાને બેાધ

અનંગભદ્રા ! પશુ આદિકમાંની પણ કેટલીક જાતિઓના નર પોતાની સ્ત્રીને ત્યાગી પરસ્ત્રીનો સંગ કરતા નથી, કારણ કે, એથી લડાઈ થતાં પ્રાણનાશનો પ્રસંગ આવી લાગશે, એ તત્ત્વને તેઓ જાણતા હોય છે; તેમ જ તેમની માદાઓ પણ બીજા નર પશુ પાસે જતી નથી. પશુઓમાં બુદ્ધિ અને જ્ઞાન શકિતનો અભાવ હોવા છતાં તેઓ જે કર્મ કરતાં નથી, તે કર્મ વ્યભિચારી પુરૂષ અને વ્યભિચારિણી તથા વેશ્યા સ્ત્રીઓ કરે છે, એથી ખરી રીતે જોતાં તેએા પશુ કરતાં પણુ નીચ અને અધમ છે, એમાં લેશ માત્ર પણ સંશય નથી. ઈશ્વરે અને આપણા પૂર્વજોએ એવાં ઘોર કર્મોને અટકાવવા માટે સ્ત્રી પુરૂષના વિધિપૂર્વક લગ્નસંબંધની જે યોજના કરેલી છે, તેની જે કોઈપણ અવગણના