આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૩
અનંગભદ્રાને બોધ

કરે છે, તેનો અવશ્ય નાશ થવાનો જ એ સર્વ કારણોથી પતિ દરિદ્રી, જન્મરોગી કિંવા ગમે તેવો દુર્ગુણી હોય, તોપણ તેને ત્યાગીને આવા પ્રકારના ક્લેશો ભોગવવા એ તો કોઇપણ રીતે યોગ્ય નથી જ. અર્થાત્ તમે આટલી સંપત્તિ અને આવાં સુખો,ને જલાંજલિ આપીને સ્વૈરિણી થઈ બહાર નીકળી પડશે, તો અવશ્ય તમારે સર્વ પ્રકારે નાશ થઈ જશે. સત્ય વચન કહેવાનો મારો ધર્મ હું બજાવું છું, છતાં એ પ્રમાણે વર્ત્તવું કે ન વર્ત્તવું એનો આધાર તમારી પોતાની ઇચ્છા પરજ રહેલો છે."

મારો આ ઉપદેશ સાંભળી અનંગભદ્રા નમ્રતાથી પ્રાર્થના કરતી કહેવા લાગી કે;-“ડોકટર સાહેબ ! આપે વીરક્ષેત્રની સુંદરીનો પોતાના અનુભવમાં આવેલો જે વૃત્તાન્ત કહી સંભળાવ્યો, તે સાંભળીને મારા મનમાં અત્યંત ભય ઉત્પન્ન થયો છે અને મારા મનમાં જે ગૃહને ત્યાગી બહાર ચાલ્યા જવાનો વેગ ઉત્પન્ન થયો હતો, પરતંત્રતાને ત્યાગી સ્વતંત્ર થઈ યથેચ્છ વિષય સુખ ભોગવવાનો ઉન્માદ થયો હતો, તેના સ્થાનમાં હવે પશ્ચાત્તા૫ના યોગે વિરક્તતાનો આવિર્ભાવ થયો છે. કારણ કે, જ્યારે વીરક્ષેત્રની સુંદરી જેવી મહા ચતુર અબળાની પણ સ્વેચ્છાચારથી આવી દુર્દશા થઈ ગઈ, તો પછી મારા જેવી એક સાધારણ સ્ત્રીનો એ સ્વૈરગતિથી શહજમાં નાશ થઈ જાય, એમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. એટલા માટે હવે મારા પ્રાણ જશે, તો પણ હું ગૃહમાંથી આવી ભાવનાવડે પગ બહાર કાઢવાની નથી.”

તે પછી અનંગભદ્રા સ્વગૃહે પાછી ફરી હતી.

ડૉ. રામચન્દ્ર અને અનંગભદ્રાના સંવાદમાં વીરક્ષેત્રની સુંદરીની
કથા સમાપ્ત
રતિનાથની રંગભૂમિ અથવા ચપલા-ચરિત્ર-ચન્દ્રિકાનો
પ્રથમ ભાગ સંપૂર્ણ.
વિક્રમાદિત્ય અને સ્ત્રી ચરિત્રની વાર્તા દ્વિતીય ભાગમાં ચાલુ છે.