આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રતિનાથની રંગભૂમિ
અથવા
ચપલા ચરિત્ર ચંદ્રિકા


ઉ પો દ્ ઘા ત
ડૉ. રામચન્દ્રનો પરિચય અને અનુભવ

"स्त्रियश्चरित्रं पुरुशस्य भाग्यं ।
देवि न हानाति कुतो मनुष्य: ॥"

“स्त्रीणां द्विगुण आहारो लज्जा चापि चतुर्गुणा ।

साहसं षड्गुणं चैव कामश्चाश्टगुणः स्मृतः ॥"

આ ગ્રંથ રચવાનું મૂળ કારણ એવું છે કે, પૂર્વે હું સિંધ હૈદરાબાદના રાજયકર્તા મીરસાહેબની તહેનાતમાં હતો, તે વેળાએ ત્યાંના વ્યાપારી-સોદાગર-ની અનંગભદ્રા નામની એક મહારૂપવતી અને તરુણી કન્યા હતી. એ રમણીનો તેના પતિએ બહુ દિવસથી તિરસ્કાર કરેલો હોવાથી તે મદનજ્વાળાથી પીડિત થઈને વિષયસુખનો યથેચ્છ અનુભવ લેવા માટે કોઈ બીજા દેશમાં નીકળી જવાને તૈયાર થઈ ગઈ. તે સમયમાં મેં તેને પ્રાચીનકાળમાં કેટલીક ખરેખરી બનેલી અને કેટલીક સ્વકપોલ કલ્પિત મનોરંજક તેમજ કેટલીક અનેક ધર્મોમાંની