આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧
વીરક્ષેત્રની સુન્દરી-૨

પોતાનાં ઘરબાર ભેળા થઈ જાઓ અને પેાતાની સ્ત્રીમાં સ્નેહ રાખો એટલે તમારું પણ કલ્યાણ થશે અને તમારાં કુટુંબીય જનોને પણ સુખનો ઉપભેાગ મળી શકશે !”

મેં તેના ઉપદેશથી સર્વથા વિરુદ્ધ દિશામાં જઈને કહ્યું કે,- “ભદ્રે ! એ તો તમે જાણો જ છો કે, કામાતુરને ભય અને લજ્જા આદિ હોતાં જ નથી. પરંતુ મને તો એ દુર્ગે પોતે જ આશાનો રંગ બતાવ્યો છે. અને હું જ્યારે નોકરી, ચાકરી, આબરૂ, પૈસા અને ઇષ્ટ મિત્ર આદિને ત્યાગીને પોતાના માથાને હાથમાં લઈ હું એ દુર્ગને સર કરવાના ધ્યાનમાં લીન થયો છું; તો પછી ઈશ્વર જે વેળાયે કૃપાળુ થઈને એ દુર્ગમાં મારા અધિકારની સ્થાપના કરશે, તે વેળાએ જ મારા દુ:ખનો લોપ થવાનો. આ પ્રાણ રહે કે જાય, પણ ભોજનથી તૃપ્ત થયા વિના તો હું વીરક્ષેત્રમાંથી જવાનો નથી જ, એવો મારો કૃતનિશ્ચય છે. તેનો ક્ષણ માત્રનો વિયેાગ પણ મને હવે અસહ્ય થઈ પડ્યો છે. ભદ્રે ! તેના ભાષણ કે અંગસ્પર્શનો લાભ મળ્યા વિના જ હું આટલો બધે ગાંડો બની ગયો છું, એનું કારણ શું છે એ હું, પોતે પણ સમજી શકતો નથી. મેં સાંભળેલું છે કે, સ્ત્રી અને પુરુષને કેટલાક કાળપર્યન્ત સમાગમ થયા પછી બન્નેનો પરસ્પર પ્રેમ દૃઢ થાય છે, કિંવા સ્ત્રી પુરુષ એકબીજાને મોહિની મંત્ર આદિક વડે પોતામાં આસક્ત બનાવે છે; પણ આ અપ્સરાએ તો મને માત્ર નેત્રકટાક્ષથી જ વશ કરી લીધો છે, મને ઘાયલ અને જખ્મી બનાવી દીધો છે ! જો તલવારનો જખમ થયો હોત અથવા અગ્નિથી ઘર બળ્યું હોત, તો તે બધાના જોવામાં આવી શકત; પરંતુ આ હૃદયમાં પ્રકટેલો કામાગ્નિ અને કામબાણનો જખમ કોઈના જોવામાં આવી શકતો નથી અને મારૂં શરીર અંદર ને અંદર દિનરાત બળ્યા કરે છે. અત્યારે એ કામાગ્નિને ચાતુર્ય જળથી શાંત કરનાર કોઈ બુદ્ધિમાન મિત્ર મારી પાસે નથી, એટલા માટે જો કોઈ ઉપાય હોય તો એજ ઉપાય છે કે, જે દિવસે અમો બન્નેને એક ક્ષણ માત્રનો જ એકાંતવાસ પ્રાપ્ત થશે અને ચાર વાતો કરવાને પ્રસંગ મળશે,