આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
રતિનાથની રંગભૂમિ


આ વિનતિ સાંભળીને ત્યાંના બધા વ્યાપારીઓએ મળીને કહ્યું કેઃ-“ભાઈ ! તમે ઉદ્વિગ્ન ન થાઓ. જે માલ અત્યારે તમારી પાસે છે તેમાંથી દરેકની દુકાને થોડો થોડો માલ વેચવા માટે જાંગડ રાખી દ્યો, એટલે અમે રેજકી વેચીને તમારા નાણાં તમને ઊભાં કરી આપીશું, દરરોજ બધી દુકાને ચક્કર મારીને જેટલો માલ વેચાયો હોય તેટલાના પૈસા હિસાબ કરીને તમે લેતા જજો એટલે મુદ્દલ નાણાં તરત વસૂલ થઈ જશે.” તેમની આ સલાહ માનીને તેણે પોતાનો ઘણેખરો માલ જૂદા જૂદા દુકાનદારોને આપી દીધો અને પોતે નિત્ય તેમની દુકાને જઈ હિસાબ લેવાનો જ ધંધો કરવા લાગ્યા. એક દિવસ તે એક શાહૂકારની પેઢી પર બેઠો હતો તેવામાં એક અત્યંત સુંદર અને તરુણ સ્ત્રી પાલખીમાંથી ઊતરીને દુકાનમાં આવી. તેણે પોતાના મુખપરનો બુરખો કાઢી નાખીને વ્યાપારીને કહ્યું કે;–“મને એક સારામાં સારી અને ઊંચી કીંમતની સાડી આપો !” કનૈયાલાલ તે રમણીના સ્વરૂપને જોઈને તે ક્ષણેજ મોહમુગ્ધ થઈ ગયો, અને એકાગ્ર દૃષ્ટિથી તેને જોઈ રહ્યો. વ્યાપારીએ તેને કેટલીક સાડીઓ બતાવી, તેમાંની એક સાતસો રૂપિયા કીમતની સાડી તેણે પસંદ કરી અને પંદરસો રૂપિયાનો કીનખાબનો એક તાકો ખરીદ્યો, તે માલને પાલખીમાં રખાવી તે જવાની તૈયારી કરતી હતી એટલામાં તે વ્યાપારીએ તેને કહ્યું કે;–“બાઈસાહેબ ! આ માલ મારો પોતાનો નહિ, પણ દુકાનમાં બેઠેલા આ પરદેશી સોદાગરની માલેકીને હેાવાથી તમારે એની કીમત અત્યારે જ આપવી પડશે.” સુંદરી બોલી કે;-“અત્યારે હું નાણાં સાથે લઈને આવી નથી; ઘેર જઈને હમણાંજ નોકર સાથે નાણાં મોકલી આપું છું.” પરંતુ એનો નિષેધ કરીને વ્યાપારી પાછો કહેવા લાગ્યો કે;-“મારા પોતાના માલમાંથી ગમે તે લઈ જાઓ અને તેના નાણાં ભલે એક વર્ષે મોકલજો, તેને વાંધો નથી; પણ પારકા ધણીનો માલ મારાથી ઉધાર આપી શકાય તેમ નથી.” આ સાંભળીને તે તરુણીના શરીરમાં ક્રોધ વ્યાપી ગયો અને તેથી માલ પાછો તેની