આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
ચપલા ચરિત્ર ચંદ્રિકા

એ બ્રાહ્મણકન્યા પ્રધાનપુત્રને આપી રાજ્યને સુરક્ષિત કરો, તો વધારે સારૂં; કારણ કે, વિરહાગ્નિનો ભય અસહ્ય થવાથી પ્રધાનપુત્ર મરવાની અણી પર આવી લાગ્યો છે, જો એનું કાંઈ અશુભ થઈ જશે, તો વૃદ્ધાવસ્થામાં પુત્રમરણના આધાતથી પ્રધાનજીનો પણ પરલેાકનાશ થઈ જહે; કારણ કે, પ્રધાનજીના પ્રાણ એ પુત્રના આધારે જ ટકી રહ્યા છે, જો પ્રધાનજીનો અંત થશે, તો રાજ્યને ચલાવવાનો સર્વ ભાર અત્યારે આપણા શિરપર આવી પડશે; કારણ કે એવો દક્ષઃ બીજો પ્રધાન અત્યારે જ મળી શકે તેમ નથી. આ સર્વ કારણોથી આપે અમારી આ પ્રાર્થનાનો રાજ્યના કલ્યાણ માટે સ્વીકાર કરવો જ જોઈએ. એ વૃદ્ધ બ્રાહ્મણ પોતાની એ પુત્રવધૂને અહીં મૂકી ગયો તેને ઘણા દિવસ વીતી ગયા છે, એથી અનુમાન કરી શકાય છે કે તેનાં સ્ત્રીપુત્ર આદિનો અવશ્ય નાશ થએલો હશે અને એમ થયું હશે તો તે પાછા આવવાનો પણ નથી, છતાં ધારો કે તે આવ્યો, તો તેને યથેચ્છ ધન આપી પૂર્ણ સંતુષ્ટ કરી તેના પુત્રને જો તે જીવતો હશે તો બીજી કન્યા પરણાવી દઈશું.”

આ વાર્ત્તા રાજને ગળે ઊતરતાં તેણે બ્રાહ્મણસ્નુષાને સભામાં બોલાવીને પ્રધાનપુત્રની તેનામાંની આસકિતનો સમગ્ર વૃત્તાન્ત કહી સંભળાવ્યો, એટલે તે સાંભળીને વિદુષી બ્રહ્મતનયા કહેવા લાગી કે; “મહારાજ! આપ એ તો જાણો જ છો કે: વ્યભિચારથી સ્ત્રીના ધર્મનો નાશ થાય છે, અધર્મના આચરણથી ધન નષ્ટ થાય છે અને ગાય જો એકલી જ અરણ્યમાં જાય તો અવશ્ય તેના જીવનનો અંત આવી જાય છે. આજે મારૂં સુંદર અને અલૌકિક સ્વરૂપ મારા જ નાશનું કારણ થઈ પડ્યું છે. એક તો હું અબળાજાતિ છું અને મારા પક્ષમાં કોઈ બીજો બોલનાર પણ નથી, એટલે પછી નિરાધારતાનો સંહાર થાય, એમાં આશ્ચર્ય જેવું કાંઈ પણ નથી. અત્યારે તો મારા માતા, પિતા, ગુરુ, શ્વશુર, બંધુ કે આપ્ત જે ગણું તે કેવળ આપજ છો. મારો ઈશ્વર વિના બીજો કોઈ પણ આધાર નથી. અત્યારે 'દીકરીને