આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
ચપલા ચરિત્ર ચંદ્રિકા

તેથી શક પડતાં તેને તથા તેના જારને બાંધીને તેમણે ખૂબ મેથીપાક જમાડ્યો. ચૈાદમા રત્નના પ્રતાપે તે બન્નેએ પોતાના પાપકર્મનો સ્વીકાર કરવાથી તે આપ્તજનોએ તે બન્નેને ત્યાંનાં ત્યાંજ ઠાર કરી નાખ્યાં. અર્થાત્ હે વારાંગને ! જો તું અત્યારે મને મારી નાખીશ, તો તારી પણ અવશ્ય એવી જ દશા થવાની; કારણ કે, પ્રાત:કાળ થતાં ફોજદાર ચારે તરફ ઘોડેસવારોને દોડાવીને તને અને તારા બાપને પકડી મંગાવશે અને બન્નેને યમલોકના માર્ગમાં પઠાવી દેશે. એટલા માટે દયામયી થઈને મને જીવનદાન આપ-એમાં જ તારૂં કલ્યાણ સમાયલું છે.

એ પ્રમાણેનું રક્તસેનનું ભાષણ સાંભળીને મદનમોહિની વેશ્યા કહેવા લાગી કે;–“આજ સુધીમાં મેં તારા જેવા શતાવધિ પુરુષોને પરલોકમાં પહોંચાડી દીધા છે, ત્યાં તારા એકલાની શી કથા વારૂ ?" એ ઉત્તર સાંભળીને રાજકુમાર પુનઃ આર્જવતાથી પ્રાર્થના કરવા લાગ્યો કે;-“હજી રાત ઘણી બાકી છે, એટલે હું તને એક બીજી કથા સંભળાવું છું તે સાંભળી લઈને જો દયા આવે, તો મને જીવતો રાખજે; નહિ તો પછી મરણ તો આજે મારા ભાગ્યમાં લખાયલું છે જ.” મદનમોહિની ઊઠી હતી તે પાછી નગ્ન અસિને હસ્તમાં રાખી બાજઠ પર બેસીને કહેવા લાગી છે;–“વારૂ-સંભળાવ તે કથા શીધ્રતાથી; વિશેષ વિલંબ ન કરીશ !” અનુમતિ મળતાં રાજકુમારે નીચેની કથાનો આરંભ કર્યો;–


રાજા ચંદુલાલ અને બાજપક્ષી

હે સુંદરી! પૂર્વે મહાસાગર નામક નગરમાં ચંદુલાલ નામનો રાજા રાજ્ય કરતો હતો અને તેને મૃગયાનો એટલો બધો છંદ લાગ્યો હતો કે જેનો અવધિ થએલો જ કહી શકાય. એક દિવસ તે અરણ્યમાં મૃગયા કરતો કરતો પોતાના સૈન્યથી જૂદી પડી આગળ વધીને પુરંદર નામના વનમાં આવી લાગ્યો. મધ્યાહનો સમય હોવાથી તે તૃષાથી મહાવ્યાકુળ થયો અને તેથી એક ટેકરી પર ચઢીને આસપાસ ક્યાંય પાણી