આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લગ્નોત્સવ
૯૧
 

 ખાય છે. લશ્કરી શેઠે દૂર દૂરથી મીઠાઈઓના કરંડિયા મંગાવ્યા છે. રોજ બપોરે ને રાતે બારોટ લોકો આવે છે અને બન્ને કુટુંબોની જ્વલંત ભૂતકાલીન જાહોજલાલીની બિરદાવલિઓ સંભળાવે છે. કાનમાં આંગળી ખોસીને દુહા ગાનાર ગઢવીઓ આવી ગયા, પક્ષીઓની બોલીની આબેહૂબ નકલ કરી જાણનાર ભરવાડ આવી ગયો, અવનવી વેશભૂષાઓ સજનાર બહુરૂપી આવી ગયો. સા આગંતુકો વરરાજા તરફથી મોં–માગી બક્ષિસો મેળવી ગયા.

વસિષ્ઠ–અરુંધતીના સૌભાગ્યના આશીર્વાદ પામીને રિખવ અને સુલેખા જસપર તરફ વળ્યાં.

*