આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
વ્યાજનો વારસ
 

 આવેશમાં ને આવેશમાં એમી બોલી ગઈ :

‘એના ડીલ ઉપર પણ લાખું છે.’

નણંદના પેટમાં ટાઢો શેરડો પડ્યો. ચોંકી ઊઠતાં પૂછ્યું :

‘કોના ડીલ ઉપર ? કોની વાત કરે છે, ભાભી ?’

હવે જ એમીને ભાન થયું કે પોતે શું બોલી નાખ્યું હતું — બાફી નાખ્યું હતું ! એ ઘાંઘી થઈ જતાં કશું બોલી શકી નહિ. પણ એમ એમ તો નણંદનાં કુતૂહલ અને શંકા વધતાં જતાં હતાં.

ફરી એ જ પ્રશ્ન પૂછાયો :

‘કોના ડોલ ઉપર ? કોની વાત…?…’

એમી ડઘાઈ ગઈ. વાતને કેમ વાળી લેવી એ ન સમજાતાં એણે ગુલુને નવડાવવા માંડ્યો અને ધોણનાં કપડાંની વાતો માંડી. પણ વિચક્ષણ નણંદો આટલી વાતમાંથી તો ઘણું ઘણું સમજી ગઈ હતી. ‘એના ડીલ ઉપર પણ આવું જ લાખું છે.’ ભાભીએ બોલેલ વાક્યમાંનો ‘એ’ કોણ એ નક્કી કરવા નણંદોએ પોતાપોતાની કલ્પનાઓને બે–લગામ છૂટી મૂકી દીધી. ઘેર જઈને રાક્ષસ જેવા ભાઈને મોંએ ભાભીની આ વાત કરશું તો ભાભીને ઊભી ચીરીને મીઠું ભરી દિય એવા ભાઈનો સ્વભાવ બહેનો જાણતી હોવાથી અત્યારે તો નક્કી કર્યું કે ભાભી ભલે વાતને રોળીટોળી નાખે, ઘેર ગયા પછી વાત છે.

બહેનોએ જઈને ભાઈને કાને વાત નાખી. ભાઈ તો તરજાત છે. તરવારની ધાર જેવો તીખો, એક ઘા ને બે કટકા કરે એવો એનો રોષ છે. પણ બહેનોએ એને આગ્રહ કરીને ખામોશી પકડાવી : પહેલાં તેલ જુઓ તેલની ધાર જુઓ…

‘એને ડીલે પણ આવું જ લાખું છે.’ ખતમ… એ એક નિશાની ઉપરથી ‘એ’નું પગેરું શોધાય છે. સગડે સગડે મળેલી નિશાનીઓ ઉપરથી મશાલચીઓ આગળ વધે છે. કલ્પનાની કાંખઘોડીએ એમીના પિયરિયાંના ગામ જસપર સુધી પહોંચાડી