આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુલુ
૧૧૯
 

 દીધા. સાચું. અહીં એના નાતીલામાંથી કોઈ… ? ના. વારુ, શેરીમાંથી ? કોણ જાણે !… પડોશમાં કોઈ ખરું ? પડોશમાં તો અડખેપડખે ઢોરઢાંખરની કોઢ પડી છે… પછવાડે અછવાડે… ? એક માત્ર આભાશાનું ઘર… પણ એને ત્યાં તો એવી નિશાની વાળું કોઈ…

…ક્યાંય પગેરું મળતું નથી. ઘરના આદમીઓની મતિ મૂંઝાઈ ગઈ છે. આભાશાની હવેલી આગળ આવીને પગીઓ અટક્યા છે. કોઈ દિશા ચીંધતું નથી…

પણ એથી કોઈની ધીરજ ખૂટે એમ નથી. કોમનું ખૂનસ જ એવું ઝેરીલું છે કે વેરીને જેર કર્યા વિના જંપી ન શકે. પણ જ્યાં સુધી કોઈ આંગળી ન ચીંધે ત્યાં સુધી લાચાર.

એ આંગળી ચીંધનાર પણ મળી રહ્યું. મીંગોળાવાળી જેઠી સુયાણી રિખવના જન્મ વખતે જસપરમાં હાજર હતી. હવે અપંગ થયા પછી મીંગોળે આવીને એમીના સાસરિયાની પડોશમાં રહેતી હતી. એણે ગુલુને એક દિવસ ઉઘાડે ડીલે જોઈને એવા પ્રકારની સરખામણી કરવા અનાયાસે જ આભાશાના રિખવને યાદ કરી દીધો :

‘એલા ગુલિયા, માળા તું તો લખપતિ થાઈશ એમ લાગે છે…’

‘જાવ હવે જાવ. ઘરડાં આખાં થઈને આવડા છોકરાની ઠેકડી કરો છો ?’ એમીની નણંદે મજાક કરી : ‘એવું થાય તો તો મારો ગુલુ લોંટોઝોંટો કરતો સાવ ભૂલી જાય. ને સાત પેઢીની આબરૂ જાય…’

‘પણ ડીલે લાખું હોઈ ઈ લખપતિ થાય…’

‘તો તો કોક દરબારની તિજોરી ફાડે તો થાય… પણ ના, એટલું બધું આપણને ન પોસાય. હાડકાં હરામનાં થઈ જાય ને ખાતર પાડતો ભૂલી જાય ઈ આપણી જાતને ન પોસાય. ભલે મારો ભત્રીજો