આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લાખિયારની ક-દુઆ
૧૨૭
 

 ‘ભાઈ, જેવું તેવું ખોરડું થોડું છે ? ભાંગ્યું તોય ભરૂચ. ઘરની વાંસ–વળીમાં ખોસેલી ચીંથરી ખંખેરે તોય પાનસે– હજારનો ઢગલો થઈ પડે. સંજવારીમાં સાચાં મોતી નીકળે એવી શાહુકારી…’

‘આટઆટલાં વ્યાજનો વારસો કોણ જાણે કોણ સાચવશે ? રિખવ શેઠ તો ઘરખોદિયો જાગ્યો છે. બાપનું નાણું પાણીની જેમ ઉડાડે છે.’

‘પણ ક્યાં કોઈને પરસેવો પાડવા જાવું પડ્યું છે ? વ્યાજનું નાણું તો કાચો પારો છે. રૂંવે રૂંવે ફૂટી નીકળે. સકરમીનું નાણું સોની ખાય ને અકરમીનું નાણું વૈદ્ય ખાય. વ્યાજખોરોનાં છોકરાં કાં તો અકરમી ને ઊઠેલ પાકે, ને કાં કમોતે અંતરિયાળ હાલ્યાં જાય.’

‘હાંઉ કરો, હાંઉ કરો, ભાઈ ! કોઈનું અમંગળ વાંચો મા. ભગવાન સહુને સાજાનરવાં રાખે. સંધીય ખોટ ખમાય પણ માણસની ખોટ ન ખમાય. સહુનું સારું થાય એવું બોલો.’

‘તી એમ ક્યાં આપણા કીધા ભેગું કોઈ મરી જવાનું છે ? આ તો ઘણાય વ્યાજખોર નિર્વંશ જાય છે એટલે જરાક અમથી વાત કરી.’

આવી આવી વાતો કરીને આભાશાના શોષિત કળો જરા આત્મસંતોષ અનુભવી લેતા.

આ શોષિતોની જમાતમાં લાખિયારને પણ સમાવિષ્ટ થવાનું દુર્ભાગ્ય સાંપડ્યું હતું. પહેલાં જે લેણી રકમ પેટે લાખિયારે પોતાના ખોરડાના ગીરો દસ્તાવેજ ઉપર કાંડાં કાપી આપ્યાં હતાં એ રકમનું મુદ્દલ તો શું, વ્યાજ ભરવાની પણ લાખિયારને ત્રેવડ થઈ શકી નહોતી, પરિણામે વ્યાજનું વ્યાજ અને એનું પણ વ્યાજ હરણફાળે વધતું ચાલ્યું. લાખિયાર કરજના પાણીમાં ઊંડો ને ઊંડો ઉતરતો ગયો. આભાશાના ઘર સાથેનો આ સંધી કુટુંબનો પેઢીજૂનો સબંધ બગડતો ગયો. આભાશાની ઓશરીએ લાખિયારનાં છોકરાં