આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪
વ્યાજનો વારસ
 

 લશ્કરી શેઠની નજર એક ખૂણા નજીક ઢાંકી રાખેલ ચિત્રફલક ઉપર ગઈ. છેક બાળપણમાં મેળવેલા ચિત્રકળાના સંસ્કાર સુલેખા હજીય જાળવી રહી છે એ જાણીને એમને ભારે આશ્ચર્ય અને સાથે કુતૂહલ પણ થયું. એ કુતૂહલથી પ્રેરાઈને એમણે ચિત્ર પરનું આવરણ ઊંચું કર્યું અને તેમને વિશેષ આશ્ચર્ય ઊપજ્યું. પૂછ્યું :

‘સુરેખા, આ ચિત્ર હજી પૂરું નથી કર્યું ?’

‘જી ના, બાપુજી ,અને હવે તે કદી પણ પૂરું નહિ થાય એમ લાગે છે.’

‘પણ બેટા, આ તો આપણે કેસરિયાજી ગયેલાં ત્યારનું માંડેલું ચિત્ર છે.’

એક ક્ષણ માટે સુલેખાની આંખો સમક્ષ કેસરિયાજી ઉપરનો રિખવ સાથેનો મિલન પ્રસંગ ખડો થઈ ગયો તરત એ આંખો મીંચી ગઈ તે પ્રસંગે રિખવ સાથે થયેલી રસની ચર્ચા અને મીમાંસા યાદ આવી ગયાં, એ આલિંગન અને ચુંબન યાદ આવી ગયાં, ચોગરદમ મત્ત બનીને ડોલતાં કેસૂડાંનાં ઝુંડ યાદ આવી ગયાં. પણ બીજી જ ક્ષણે એ ભૂત સ્મૃતિઓને ખંખેરી નાખી અને સ્વસ્થ થઈને બોલી :

‘બાપુજી, જે સંજોગોમાં આ ચિત્ર શરૂ કર્યું હતુ તે સંજોગો આજે મોજૂદ નથી.…’

લશ્કરી શેઠ ગળગળા થઈને બોલ્યા : ‘બેટા, તારાં નસીબ જ ફૂટેલાં નીકળ્યાં.… જાય છે, એની જગ્યા નથી પુરાતી.’

‘એની જગ્યા નહિ પુરાય ત્યાં સુધી આ ચિત્રના રંગો પણ નહિ પુરાય.’

‘દીકરા, એવી બધી આકરી ટેક ન લેવાય.’

‘ટેક નથી બાપુ ! આ તો હકીકત બોલી રહી છું. એ આજે તો નથી; તો એમના પ્રાણપ્રવાહ સમું એકાદ બાળક મૂકતા