આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભોરિગેભોરિગના લબકારા
૨૩૯
 

 આડે આવશે તો એને પણ ઉખેડી નાખતાં વિચાર કરવા નહિ રોકાઉં. સઘળી હિમ્મત એકઠી કરીને એણે ચતરભજને ધમકી આપી :

‘એલા, બહુ હવે લવારો કર્યો છે તો તારી જીભ ખેંચી કાઢીશ.’

‘બેહો બેહો હવે ! બહુ બોલતાં શીખ્યાં છો તે હું જાણું છું. જો મોટા જીભ ખેંચવાવાળા ન જોયા હોય તો !’

ચતરભજે એવા તો ઠઠ્ઠાભર્યા અવાજમાં જવાબ વાળ્યો કે અમરત તો ડઘાઈ જ ગઈ. આ જોરૂકા મુનીમ પાસે મારી એક પણ કારી નહિ જ ફાવે કે શું એવા અંદેશાથી એ નરમ ઘેંશ જેવી થઈને બોલી :

‘પણ તું અડદ ને મગ ભેગાં જ ભરડ્યે રાખ પછી તો મારે ન છૂટકે બોલવું જ પડે ને ? હાથે કરીને તું…’

‘પણ મેં એમાં ખોટું શું કીધું ભલા !’

‘પણ તું શું બોલ્યો એનું તને ભાન છે ?’

‘હા, છે, છે, છે, ભાન વિના આવી વાત થોડી કરાય ?’

‘શી વાત ?’

‘ઓલી કૂબાવાળી વાત બીજી કઈ ?’

ફરી અમરત દાઝી, આ માણસ એ વાતનો સગડ જ નહિ મેલે કે શું ?

‘એવી ખોટેખોટી વાત કરતાં જરાય શરમાતો નથી ? કોકની આબરૂ પાડતાં જરાય વિચાર નથી થાતો ?’

‘આબરૂનો વિચાર તો, મારે નહિ પણ તમારે જ કરવાની જરૂર હતી. આબરૂ વહાલી હોત તો આવું કામ કરવાનું તમને સૂઝ્યું જ ન હોત.’

અમરતને હવે તો ખાતરી થઈ ચૂકે કે આ માણસની આંખમાં ધૂળ નહિ નાખી શકાય. આ એક જ માણસ મને માથાભારે મળ્યો. આ દેવને તો રીઝવવામાં જ ભલીવાર છે. જો એ રૂઠ્યા તો ભારે ભૂંડા થશે. એને છંછેડવામાં હું સાર નહિ કાઢું. જિંદગીભર આ માણસને રીઝવીને જ મેં સઘળું કામ કઢાવ્યું છે તો હવે જાતેજનમારે