આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આડા વહેરની હડફેટે
૨૬૧
 

 ‘રંગે–રૂપે બધી રીતે આ તો આભાશા જ અવતર્યા છે એમ જોઈ લ્યો !’

‘આબેહૂબ આભાશાનો અણસાર છે...’

‘ને મોટાં માથાં તો જાણે કે આ ઘરની જ નીપજ હોય એમ લાગે છે. પદમ શેઠ પણ બાપની જેમ ડાલામથ્થા થવાના.’

‘એલા, તંયે તો એમ જ કહેને કે, આભાશાએ પંડે જ ખોળિયું બદલ્યું ...’

કોઈ ટીખળમાં બોલી જતા.

‘હવે મૂંગા મરો મૂંગા. આભાબાપા ક્યાં અવગતે ગયા છે તે ફરીથી આ ઘરમાં જલમ ધરવા આવે ?’

‘અવગતે તો બિચારો બાળોભોળો રિખવ શેઠ ગયો હશે. મીંગોળાને મેળેથી આવતાં વચ્ચમાં અંતરિયાળ ઊકલી ગયો. મનની મનમાં રહી ગઈ. ફરીથી જલમ તો રિખવ શેઠને લેવો પડશે એમ લાગે છે.’

‘કોને પેટે જલમ લેશે ? ઓલી એમલીને પેટે ? એની વાંહે દી ને રાત ગાંડો થઈને ફરતો’તો...’

‘એલા, બોલવામાં આખેઆખાં છોડિયાં કાં પાડ્યે રાખ ?’

‘એમલી તો બયારી કેદુની ઊકલી ગઈ હશે. આટલા દી લગણ હજી જીવતી ક્યાંથી બેઠી હોય !'

‘એલાવ માનો ન માનો, પણ રિખવ શેઠ કોકને ખોળિયે અવતર્યા વિના નહિ રહે હોં ! કમોતનાં મોત થાય એને જંપવારો ન જડે.’

‘કોને પેટે અવતરશે ?’

‘ઓધિયો બાયડી હોત તો એને પેટે જ અવતરત !’ ફરી કોઈએ હસાવવાનો પ્રયત્ન કર્યો, ‘બે’ય જણા એક નાકે શ્વાસ લેતા’તા !’

‘ઓધિયા કોરાળ કરતાં તો દોરાબશા દારૂવાળાને ઘેર જ