આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૨
વ્યાજનો વારસ
 

 જલમ ન લિયે, કે દી ને રાત દારૂ ઢીંચ્યા જ કરે ! ઘરનું જ પીઠું ને ઘરના જ પીવાવાળા ! મરવા ટાણે મનની મનમાં રહી ગઈ છે એ સંતોખાઈ જાય.’

કેવળ ટીખળ જ જેમનો જીવનરસ હતો એ લોકો કવચિત્ ટીખળવૃત્તિને બે–લગામ પણ બનવા દેતા :

‘એલાવ, આરાવારાને દિવસે રિખવ શેઠ વાંસે પીપળે પાણી રેડવાને બદલે દારૂનાં પીપ રેડવાં જોઈએ હોં !’

‘માળો ઓટીવાળ ! બીજું કાંઈ ન જડ્યું તો અત્તરથી નાહ્યો !’

દારૂ અને અત્તરનાં ટીપાં માટે તલસતા ગામના છેલબટાઉઓ જ્યારે મૃત માણસની આવી નિર્દય ઠઠ્ઠા કરીને એક જાતનો સંતોષ, મેળવવા મથી રહ્યા હતા ત્યારે કોઈ પીઠ અને સમભાવવાળા માણસે એ સહુ વરણાગિયાને જરા ટપાર્યા :

એવાલ, ઓટીવાળ તો તમે સંધાય છો ! મરેલા માણસની ઠેકડી કરતાં જરાય શરમાતા નથી ! જીવતાંનાં તો કાંઈ નહિ પણ મરેલાંનાં માન સાચવો ! રિખવ શેઠના જેવા કાચા મરણાનો તો માભામલાજો સમજો જરાક ! અટાણે એનો જીવ, કોને ખબર છે કઈ ગતિમાં હશે ? એને કાંઈ વાસના રહી ગઈ હશે તો વગર ખોળિયે ક્યાંય અધ્ધર ને અધ્ધર ભમ્યા કરતો હશે બિયારો ! ને મારી તમારી પાસે એ ક્યાં દારૂનું પીપ કે અત્તરનો શીશો માગવા આવ્યો છે, તે નાહકની ચિન્તા કરીને દૂબળા થાવું ? એને કાંઈ મનની મનમાં રહી ગઈ હશે તો પણ એના કટમ્બમાં જેની પાસે લેણું હશે એની પાસે આવીને ઊભો રહેશે, તમે શું કામ અધિયારી કરો છો ?’

આવી ટકોર ન થઈ હોત તો પણ લોકો તો એ મગજમારી કરવા માટે બહુ રાજી નહોતા. રિખવ શેઠ ગમે તેવો તોય છેવટે તો એક આથમેલો માણસ હતો. એનું સ્થાન હવે તો પદમ શેઠે લીધું હતું. અને લોકોએ તો ક્યારનાં, ઊગતાનાં પૂજન આદરી