આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૮
વ્યાજનો વારસ
 


અને વછરાજ પ્રત્યેનો મારો પ્રેમ શુદ્ધ હોય તો આવતે ભવ વછરાજ મારે પેટે પુત્ર થઈને અવતરજો !… એનો વધ કરનાર – કરાવનાર વાંઝિયો ને વળવળતો જાજો !.... ને એને દીકરીએય દીવો ન રેજો ! એની સાત પેઢીનું સત્યાનાશ થાજો !’ આમ શાપ આપીને ગુણસુંદરીએ પેટમાં કટારી ખોસીને પ્રાણઘાત કર્યો....

નંદને વ્યાકુળ બની બૂમ પાડી.

‘પદ્મકાન્ત ! પદ્મકાન્ત !’

રઘી ચમકી, પડખે જોયું તો પદમ શેઠ ન મળે ! એ તો બેબાકળી ઊભી થઈને પદ્મકાન્તની ગોતાગોત કરવા લાગી.

નંદન રઘવાઈ બની ગઈ.

વેશ વેશને ઠેકાણે રહ્યો. ભવાઈમાં ભંગાણ પડ્યું.

ઓળખીતા પારખીતા સહુ પદમ શેઠની શોધ કરવા મંડી પડ્યા.

અમરતને ખબર પહોંચતાં એ પણ દોડતી આવી પહોંચી અને આવતાવેંત રઘીને ચાર લાફા ચોડી કાઢ્યા. બોલી :

‘રાંડ લુચ્ચી, તેં જ પદમને ક્યાંક સંતાડ્યો છે ! ગોતી કાઢ, નહિતર રાઈ રાઈ જેવડા કટકા કરીને ભોંયમાં ભંડારી દઈશ !’

વેશ રમનારાઓ ઉપર લાકડીઓની રમઝટ બોલી, પોલીસે તરગાળાઓના ગાભેગાભા વીંખી નાખ્યા. એક એક કોથળા ને ગંધાતાં પોટલાં ચૂંથી જોયાં પણ ક્યાંયથી પદ્મકાન્તનો પત્તો ન લાગ્યો.

રઘવાઈ નંદનનું બાવરાપણું ગાંડપણમાં ફેરવાઈ ગયું.

સવારોસવાર ગોતાગોત ચાલી. મશાલો પેટાવી પેટાવીને ગામની એકેએક ગલીકૂંચી ને ગઢ–ગોખથી માંડીને ગમાણો સુધ્ધામાં શોધી વળ્યા.

‘છેવટે મોં–સૂઝણું થતાં, ઢોરને પહર ચરાવીને પાછા વળતા એક ભરવાડે સમાચાર આપ્યા કે ઉગમણી સીમના આડા સગડ ઉપર મોઢે ફાળિયાનો ડૂચો દીધેલ એક છોકરો સૂતો છે.

રાતે વેશમાં પડેલા ભંગાણને કારણે અધૂરા મૂકેલ ગીતની