આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




[૩૮]


અધિકારી

મજાઈ ગઈ. રજેરજ વાત સુલેખાને સમજાઈ ગઈ. આડીઅવળી ઘટનાઓના તાણાવાણા મળી રહ્યા અને સળંગ શૃંખલાબદ્ધ ઘટનાક્રમ નજર સમક્ષ આવી ઊભો.

આ પોતે જ રિખવનો પ્રાણપ્રવાહ. આ રહ્યું એનું વારસાપ્રતીક સમું લાખું; આ એનું જીવન્ત પુદ્‌ગળ, એ રહ્યો એનો આબેહૂબ અણસાર; આ દેખાય એની એક્કેએક રેખા; એ જ મદભરી આંખ, એ જ અણિયાળી હડપચી... કેટલી નસીબદાર છું, કે રહી રહીને પણ છેવટે રિખવનું જીવંત પ્રાણ–પ્રતીક જોવા પામી !

પામી ગઈ ! શું ? બે વસ્તુઓ; જેને માટે આટલાં વર્ષ પ્રતીક્ષામાં ગાળ્યાં હતાં, એ પોતાના ચિત્ર માટેનું અવલંબનપ્રતીક; અને અન્નક્ષેત્રનો સઘળો સંચાલન-ભાર વહોરી શકે એવો એક અધિષ્ઠાતા.

બાળનાથે રવાના થવા માટે રજા માગી.

સુલેખાએ એને રોકી પાડ્યો.

ત્રણ ત્રણ દિવસની વિનવણીઓ, આગ્રહભરી આજીજીઓ અને છેવટ કાકલૂદીઓને અંતે બાળનાથે અન્નક્ષેત્રના અધિષ્ઠાતા તરીકે રહેવાનું સ્વીકાર્યું.

સુલેખાના માથા ઉપરથી સંચાલનનો સઘળો ભાર ઓછો થઈ ગયો. ભેરવનાથની મૂળ ગાદીનો વારસો બાળનાથે પોતાથી નાના ગુરૂ–બંધુને સોંપ્યો, અને પોતે આ નવો વારસો સ્વીકાર્યો. કારણ