આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હૈયાહોળી
૪૭
 

 તરત અણિયાળી હડપચી પર આંગળી ટેકવીને અધીરપથી કશાક સમાચારની રાહ જોતાં, આવી રીતે જ ચિંતામાં ડૂબકી મારી ગયા હતા અને થોડી વારે ધમલાએ આવીને રિખવના જન્મની વધાઈ આપી ત્યારે એ ચિંતામાંથી મુક્ત બન્યા હતા. સામાન્ય પ્રસંગોમાં તો લાંબા સહવાસને પરિણામે આભાશાનું મનોગત પામી જનાર ચતરભજ પણ અત્યારે એમના વિષાદનું કારણ સમજી શકતો નહોતો. વાણોતરોને બિચારાઓને ક્યાંથી ખબર પડે કે વીસ વર્ષ પહેલાંની તે એક શુભ સવારે ચિંતાનું નિમિત્ત બનેલી – બનનાર વ્યક્તિ જ આજે પણ ચિંતાનું કારણ બની રહી છે !

પણ તે દિવસે એ ચિંતાનુભવ પછીની શુભ વધાઈએ આભાશાનું હૃદય હર્ષોલ્લાસે પલ્લવિત કરી મૂક્યું હતું ત્યારે આજે તો એમના હૈયામાં હોળી સળગી હતી.

*