આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




[૬]
સુલેખા

દિવસો જતા ગયા તેમ આ હૈયાહોળી શમવાને બદલે વધતી જ ગઈ. આઠેય પહોર આભાશાના મગજમાં તે બપોર પછીનું દૃશ્ય આવી આવીને સણકા બોલાવી જતું હતું. ‘લાખિયારને આ બનાવની જાણ હશે ?… તો માથાં વઢાઈ જાય. કુટુંબના વેરી જીવણશાને આ વાતની જાણ થાય તો ? તો એ દુશ્મન એમીના સસરાપક્ષને ઉશ્કેરીને રિખવનું કાટલું જ કઢાવી નાખે. આવો લાગ એ ઓલા ભવનો વેરી ભૂલે જ શેનો ?… એમ થાય તો ?… તો ?… તો ? શું ?’ પરિણામોનો વિચાર કરતાં આભાશા જેવા ધીર ગંભીર માણસ પણ ઘ્રૂજી ઊઠતા.

એમીને, જસપરની પડખેને ગામ મીંગોળે પરણાવી હતી. સંધી લોકોની વસતિ ત્યાં ઝાઝી હતી. અને એ ગામ આભાશાની ધીરધારનું મુખ્ય મથક હતું. અગિયાર મહિના સુધી આભાશાની પેઢીએથી કઢારે કરાવીને આ સંધી લોકો પેટગુજારો કરતા અને એકાદ મહિના દરમિયાન બેચાર ઠેકાણે લોંટાઝાંટા કરીને વરસ આખાનું કરજ ભરપાઈ કરી આપવાની એમની રસમ હતી. છતાં અંગ્રેજ રાજઅમલે કાયદો, વ્યવસ્થા અને શાંતિ સ્થાપ્યા પછી આ કોમના ચુનંદા કસબીઓને તેમના મહામૂલા કસબનો ઉપયોગ કરવાની તકો દિવસે દિવસે ઓછી થતી ચાલી; અને એ રીતે આખી કોમ આર્થિક ઘસારો અનુભવતી, કરજદારની સ્થિતિમાં મુકાતી જતી હતી. છેલ્લાં ત્રીસ–ચાળીસ વર્ષની ધીરધાર દરમિયાન