આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫
વ્યાજનો વારસ
‘બસ, તો જાઉં છું.’ આભાશાએ શીખ માગી.
‘જાવ, ને ફત્તે કરો.’ સામેથી શુભાશિષ મળી.
આભાશા વિદાય થયા પછી અમરત મનશું ગણગણતી હતી :
‘જીવણિયો એના નેમલાનું માગું લઈને લશ્કરી શેઠ પાસે પહોંચે એ પહેલાં જ રિખવના ચાંદલા કરી નાખો, એટલે નેમલો રિયે ૨ઝળતો.’
જીવણશા પોતાના પુત્ર – અને રિખવના સમોવડિયા – નેમીદાસનું વેવિશાળ સુલેખા જોડે કરવા આકાશપાતાળ એક કરતા હતા.
*