આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



કમકમે કેકાણ
હેમરાં-કુળ ભાણ.
કેકાણ-તનથી ખૂન ટપકે,
નીર-ઝરતાં નેન ઝબકે,
ઝૂરે જાણે મૂંગે ઠપકે,
કાં ન છૂટ્યા પ્રાણ !
કમકમે કેકાણ.

'શમાણો સહુ ઘોષ !
'ધરો સહુ ખામોશ !'
'ખામોશ !' કહી દૂતે ઉઠાવ્યો
ભાંગલો ભાલો ઝુલાવ્યો,
ત્રિરંગી ધ્વજ ફરૂકાવ્યો,
શમ્યા સઘળા શોર;
સનસનાટી ઘોર.

'સુણો પુરનાં લોક !
'સુણો પુરનાં લોક !
'સુણો બુઢાં પિતામાતા !
'સુણો જોબનવતી વનિતા !
‘સુણો નાનાં બાળ રમતાં !
'જુઓ કોની વાટ ?
'રુઓ હૈયાફાટ !'

'કોઈ નહિ આવે !
'એ કોઈ નહિ આવે !
'તમારા સબ કંથ બેટા
'ખડગ હાથે હીંચ લેતા,
'માત-ઝડે નમન દેતા,

♣ યુગવંદના ♣
૯૪