સારા વિશ્વની જે દી ક્ષુધા શમશે, ભૂખ્યાં બાળુડાં પેટ ભરી જમશે, પૂરી રોટી પ્રતિજનને જડશે : કવિ ! તે દિન નીલ આકાશ તારા કેરી સુંદરતા સહુ સાર્થ બને, તારાં કૂંજન આજ જલાવી દે, પ્રાણ ! રે દંભ ગાવા તને કેમ ગમે !