બંસી
મીરાંબાઈ
(ઢાળ : મુગટ પર વારી જાઉં, નાગરનંદા)



બંસી


રાધા પ્યારી ! દે ! દે ! બંસી હમેરી;
બંસી હમેરી, એ બંસરી હમેરી. રાધા૦

યે બંસીમેં મેરા પ્રાન બસા હૈ;
વો બંસી લેઇ ગઈ ચેરી. રાધા૦

ના સોનેકી, બંસી ના રુપેકી;
હરે હરે બાંસકી પેરી. રાધા૦

કાહેસે ગાવું રાધા ! કાહેસે બજાવું ?
કાહેસે લાવું ગૌઆં ઘેરી ? રાધા૦

મુખસે ગાઓ, કા'ના ! કરસે બજાઓ;
લકરીસે લાવો ગઉંગા ઘેરી. રાધા૦

ઘટી એક મુખમેં , ઘટી એક કરમેં;
ઘટી એક અધર ધરી. રાધા૦

મીરાંકે પ્રભુ ગિરિધર નાગર;
ચરણકમલ પર બરોરી. રાધા૦