બંસીબટનો ચોક
[[સર્જક:|]]
(ઢાળ : ઓધવ ! અલબેલાને કહેજો કે જેમ હમે કહાવિયે રે લોલ)


<poem>


બંસીબટનો ચોક


આ શો રૂડો બંસીબટનો ચોક, કે મળી મહી વેકવા રે લોલ;
મારગ મળિયા મ્હારા નાથ, કે મુજને આંતરી રે લોલ.
  
ફોડ્યાં મ્હારાં મહીનાં માટ કે ગોરસ મ્હારાં ઢોળિયાંરે લોલ;
ગોપી ચાલી નન્દ દરબાર , કે ગોકુળ ગામની રે લોલ.

વારો, જશોદા ! તમરા (ક હા)ન, કે નિત આડી કરે રે લોલ.
ફોડ્યાં મ્હારાં મહીનાં માટ, કે કે ગોરસ મ્હારાં ઢોળિયાંરે લોલ;

જશોદાને ચડિયલ રીસ, કેલટૅકે નીસર્યાં રે લોલ;
હાથમાં લીધી કરેણની સોટી કે કૃષ્ણ કદંબ (ચહ)ડ્યા રે લોલ.

ઊતરો – ઊતરો, મ્હારા બાળ! કે કહું એક વાતડી રે લોલ;
માતા જશોદા ! તંમારી આણ, કે ગોપી સર્વે જૂઠડી રે લોલ.