બાપુનાં પારણાં/નિવેદન - દુલા ભગતનાં
← ધરતી માગે છે ભોગ | બાપુનાં પારણાં નિવેદન - દુલા ભગતનાં ઝવેરચંદ મેઘાણી ૧૯૪૩ |
સો સો વાતુંનો જાણનારો → |
આ છે છેલ્લી યાચના આપ પાસે;
મારા ઊંડા છેક અંતસ્તલેથી
છેદી નાખો ક્ષીણના સર્વ મારી
પૂરા જોરે ખડગ ઝીંકી પ્રભુજી !
સુખોને યે જીરવી જાણવાની ૫
શક્તિ દેજો સુખ કંટાં કરીને,
શક્તિ દેજો દુઃખમાં એહવી કે
દુઃખો મારાં શાંત મોંયે હસીને
પોતે પોતાની જ પામે ઉપેક્ષા.
શકિત દેજો ભક્તિની નાથ એવી ૧૦
જેણે મારાં કર્મ સાફલ્ય પામે,
જેણે મારા દુન્યવી સ્નેહ પ્રેમ
મ્હેકી ઊઠે પુણ્યનાં પોયણાં શાં.
કંગાલોને જ્ઞાનહીણાં કરું ના, ૧૫
જાલીમોને પાપ ઝકી પડું ના,
ઊંચે માથે ક્ષુદ્રતાની વચાળે ચાલું
એવી શક્તિ આપો પ્રભુજી !
શક્તિ દેજો–આપને પાય નામી
પોતાને હું સ્થિર રાખું સદૈવ. ૨૦