બૃહસ્પતિ જેવાને ભોળવ્યા માયા મનમાં મગરૂર
બૃહસ્પતિ જેવાને ભોળવ્યા માયા મનમાં મગરૂર દેવાનંદ સ્વામી |
બૃહસ્પતિ જેવાને ભોળવ્યા માયા મનમાં મગરૂર
બૃહસ્પતિ જેવાને ભોળવ્યા, માયા મનમાં મગરૂર, ડાહ્યા પીલાયા દાઢમાં;
ચાવી કીધા ચરચૂર, સેવો સાચા હરિસંતને꠶ ૧
દુષ્કૃત દુબધામાં ડૂબિયો, અનરથ કીધાં અપાર;
દુર્મતિ ડહાપણ ડોળતો, નથી તનનો નિરધાર... સેવો꠶ ૨
શૂકર શ્વાનના દેહમાં, નિર્લજ્જ થાશો નરનાર;
કટકા અન્ન કેરે કારણે, બેઠું જોશે ઘરબાર... સેવો꠶ ૩
ભવદુઃખ ટળવાના ભેદમાં, સદ્ગુરુ મળતાં સમજાય;
દેવાનંદનો પ્રભુ દેખશો, જન્મ મરણ મટી જાય... સેવો꠶ ૪