બે બૈયરને કારણે
દલપતરામ




બે બૈયરને કારણે


હરના ઘરમાં હરઘડી થતું હશે તોફાન,
સંપ ન દેખી શંકરે કીધું હશે વિષપાન.

ગિરિજા ગંગા સોક્ય હસે હરેરોજે લડતી;
ઈંદુ અગ્નિનીઇ જ્યોત, પરસ્પર નિશ્ચય નડતી;
વાઘવૃષભ ને વેર, મોર મણિધરને મારે;
સિંહ હાથીનું શિર તોડવા તુરત વિચારે;
શિવ સેવક દાનવ દેવ બહુ, મારામારી કરી મરે;
ઘરમાં એવો કજિયો ઘણો સહન થયો નહિ શંકરે.

સપ્તધાતુમય સરસ શૈલ કૈલાસ વસે હર;
ધનપતિ ધાર્યો મિત્ર,કરે આશા કિંનર નર;
લંકા સરખાં લાખ દાસને બખશિશ દે છે;
ગરુઓ પુત્ર ગણેશ, રિદ્ધિ જેની જન એ છે;
પણ બે બૈયર ચડભડ કરે, પલંગ ત્યાં કુણ પાથરે ?
શિવ શયન કરે સમશાનમાં , ભિખ માગી ભોજન કરે.